Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

છોટુનગર ઝૂપડપટ્ટીમાં દેવીપૂજક મહિલાઓ વચ્ચે ધબધબાટી

મંજુ અને કાજલનો એક બીજીનો પતિ છેડતી કરતો હોવાનો સામ-સામો આક્ષેપ

રાજકોટઃ રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતી મંજુ કિશન ડાભી (મુંજપરા) (ઉ.૨૮)ને બાજુમાં જ રહેતાં તેના કુટુંબી બાબુભાઇ, પોપટ અને સંજયએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે. મંજુએ એવો આક્ષેપ કર્યો હતો કે બાબુના છોકરા પોતાનો હાથ પકડી છેડતી કરતાં હોઇ તેને ટપારતાં હુમલો થયો હતો. સામા પક્ષે બાબુભાઇના પત્નિ ચંપાબેન મુંજપરા (ઉ.૫૦) અને તેની પુત્રવધૂ કાજલ પરબત મુંજપરા (ઉ.૨૦) પોતાના કિશન સહિતનાએ લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થયા હતાં. કાજલે એવો આક્ષેપ કર્યો હતો કે મંજુનો ઘરવાળો કિશન તેનો જેઠ થાય છે. તે છેડતી કરતો હોઇ તેને પોતે અને સાસુ સમજાવવા જતાં હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(3:43 pm IST)