Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વિજયી મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવતા રમેશભાઈ ધામેચા

ટેકેદારો અને ચાહકવર્ગની હાજરીમાં ફોર્મ ભરીને જીતવાનો દૃઢ વિશ્વાસ બતાવ્યો

રાજકોટ, તા. ૨૮ : લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવારો આજે છેલ્લો દિવસ છે ત્યારે લડાયક, તેજતર્રાર અને યુવા રઘુવંશી અગ્રણી રમેશભાઈ ધામેચાએ આજરોજ  પોતાના જન્મદિવસે વિજયમુહૂર્તમાં (૧૨,૩૯) ઉમેદવારી ફોર્મ ભરીને મજબૂત ઉમેદવારી નોંધાવી હતી.

ઈશ્વરના આર્શીવાદ લઈને ટેકેદારો અને ચાહકવર્ગની હાજરીમાં ફોર્મ ભરનાર રમેશભાઈ ધામેચાએ મહાજન પ્રમુખપદની ચૂંટણીમાં જીતવાનો દૃઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સાથે સાથે કહ્યુ હતું કે સમગ્ર લોહાણા સમાજના વિશ્વાસને કદી એળે જવા દેશે નહિં. જ્ઞાતિની સેવા તથા જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ કાર્યો માટે સદાય તત્પર રહેવાનો રમેશભાઈ ધામેચાએ કોલ આપ્યો હતો.

ફોર્મ ભરતી વખતે હાજર રહેલ અગ્રણીઓમાં પરેશભાઈ ચગ, બીપીનભાઈ કેસરીયા, અજયભાઈ ખખ્ખર, હિતેષભાઈ પોપટ, અજયભાઈ ઠકરાર, અશોકભાઈ હિન્ડોચા, અજયભાઈ ખીમાણી, દર્શિતભાઈ કારીયા, મેહુલભાઈ નથવાણી, જીતેનભાઈ ધામેચા વગેરેનો સમાવેશ થાય છે.(૩૭.૧૨)

(3:35 pm IST)