Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પ્લાસ્ટીકના ચાના કપ વિરૂદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક

૩૦૦ દુકાનોમાં ચેકીંગઃ ૪૯૦૦૦ કપ જપ્તઃ ૫૬૦૦નો દંડ : સમગ્ર રાજકોટમાં કોર્પોરેશનની સોલીડ વેસ્ટ વિભાગની ટીમના ચાની હોટલો - રેકડીઓ ઉપર દરોડા

રાજકોટ તા. ૨૮ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આજથી પ્લાસ્ટીકના ચા કપ ઉપર પ્રતિબંધની અમલવારી શરૂ કરી સમગ્ર રાજકોટમાંથી કુલ ૩૦૦થી વધુ સ્થળોએથી ૪૯ હજાર નંગ પ્લાસ્ટીક કપ જપ્ત કરી કુલ ૫૬૬૭નો દંડ વસુલ્યો હતો.

સેન્ટ્રલ ઝોન

આ કાર્યવાહી અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં ગોંડલ રોડ, જવાહર રોડ, કોઠારીયા રોડ વિસ્તરના ૧૧૨ જેટલી ચાની હોટલો, રેકડી - કેબીનોમાંથી કુલ ૨૦૦ નંગ પ્લાસ્ટીક કપ ઝડપી લઇ કુલ ૩૯૬૭નો દંડ વસુલાયો હતો.

વેસ્ટ ઝોન

જયારે વેસ્ટ ઝોન વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ૧પ૦'ફુટ રીંગ કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, અમીન માર્ગ, નાના મૌવા રોડ, રૈયા રોડ, મવડી રોડ, વગેરે જેવા મુખ્ય માર્ગો પરથી કુલ ૧૮,પ૦૦ (અંકે અઢાર હજાર પાંચસો) નંગ પ્રતિબંધીત પ્લાસ્ટીકના ચાના કપ જપ્ત કરવામાં આવેલ  છે, અને આ કામગીરી દરમ્યાન કુલ ૧ર૬ દુકાનો ચા ની હોટલો અને એજન્સીઓ ચેક કરેલ છે.

આ કામગીરી મુખ્યત્વે હોલસેલર એજન્સી જેવી કે રામેશ્વર ડિસ્પોઝેબલ પ્લાસ્ટીક ગુરૂદેવ સેલ્સ એજન્સી, મોમાઇ હોટલ, શીવમ, પ્લાસ્ટીક, દ્વારકાધીશ હોટલ, ભારત પ્લાસ્ટીક, વગેરે એજન્સીઓ પાસેથી મોટા પ્રમાણ પ્લાસ્ટીકના ચા ના કપ જપ્ત કરવામાં આવેલ છ.ે

ઉપરોકત દર્શાવેલ વિગતેના વેસ્ટઝોનના મુખ્ય માર્ગો તમામમાં પાણીના પાઉચ બાબતે ચેકીંગ હાથ ધરતા એકપણ સ્થળે પ્રતિબંધીત પાણીના પાઉચ મળેલ નથી. એટલે કે વેસ્ટઝોન વિસ્તારમાંં સંપૂર્ણ પણે પ્રતિબંધીત પાણીના પાઉચનો વપરાશ બંધ થયેલ છે.

ઉપરોકત કામગીરીમાં કમિશનરનાં

આદેશ અન્વયે વેસ્ટ ઝોનનાં નાયબ કમિશનરશ્રી ડી. જે. જાડેજા તથા ઇસ્ટ ઝોનનાં નાયબ કમિશનરશ્રી ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનનાં નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી ડી. યુ. તુવર તથા આસી. ઇજનેર રાકેશ શાહની હાજરીમાં સેની. ઇન્સ. શ્રી મૌલેષ વ્યાસ, સંજય દવે, મનોજ વાઘેલા, કેતન લખતરીયા, પિયુષ ચૌહાણ, કૌશીક ધામેચા તથા સેની. સબ ઇન્સ. શ્રી સંજય ચાવડા, બાલાભાઇ, ગૌતમ ચાવડા, વિશાલ કાપડીયા, વિમલ ખૂંટ, નિતીન પરમાર, નિલેષ ડાભી, મયુર પરનાલીયા, ભાવેશ ઉપાધ્યાય, ઉદયસિંહ તુવરા, વગેરે દ્વારા કુલ ૪ ટીમો પાડી કામગીરી કરવામાં આવેલ છે.

પૂર્વ ઝોન

આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ૮૦ ફૂટ રોડ, ચુનારાવાડ રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ વગેરે પર ચાના કપ તથા પાણીના પાઉચ જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જેમાં ઉકત માર્ગો પર ૩૦૨૬૦ નંગ ચાના કપ જપ્ત કરવામાં આવેલ છે.  તથા ૩૭૦૦નો દંડ વસુલાયો હતો.

ઉકત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા, મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. આર.યુ. રાવલ, ડી. કે. સીંધવ, એન. એમ. જાદવ, પ્રફુલ ત્રિવેદી, શ્રી એમ. એ. વસાવા, ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા,  એચ. એન. ગોહેલ, પ્રતિક રાણાવસિયા, પ્રશાંત વ્યાસ, ભરત ટાંક,  ભુપત સોલંકી, જય ચૌહાણ તથા એ. એફ. પઠાણ ધ્વારા કરવામાં આવેલ હતી.

(3:30 pm IST)