Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ઇસ્‍લામાબાદમાં તોફાન પછી રાજકીય પક્ષો પરનો વિશ્‍વાસ ઘટયો

પાકિસ્‍તાનના મુખ્‍ય ન્‍યાયાધીશનો આક્રોશઃ પોલીસે પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યાનો ઇમરાનનો આક્ષેપ

 

 

 

ઇસ્‍લામાબાદઃ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને બુધવારે પોતાના સેંકડો સમર્થકો સાથે ઇસ્‍લામાબાદ તરફ માર્ચ કરી હતી. બુધવારે ઇસ્‍લામાબાદ એક યુધ્‍ધ મેદાનમાં ફેરવાઇ ગયુ હતુ કેમ કે ઇમરાનખાન અને તેના કાફલાને રોકવામાં આવતા પોલીસ અને પીટીઆઇ કાર્યકરો વચ્‍ચે સંઘર્ષ થયો હતો. પાકિસ્‍તાનના ચીફ જસ્‍ટીસે કહ્યું કે બુધવારની ઘટનાઓ પછી રાજકીય પક્ષો પરનો વિશ્‍વાસ ઓછો થયો છે. પાકિસ્‍તાનના મુખ્‍ય ન્‍યાયાધીશ ઉમર અતા બંદીયાલે કહ્યું ઇમરાનખાનના સમર્થકો દ્વારા તબાહી પછી ઇસ્‍લામાબાદની ઘેરાબંદી કરી લેવાઇ છે.

એટર્ની જનરલ અશ્‍તર ઔસફે કહ્યું કે ઇમરાનખાને છ દિવસ પછી ફરીથી આવવાની ધમકી આપી છે, જો સરકાર વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચુંટણી તારીખની જાહેરાત નહીં કરે. આ વિશ્‍વાસ પ્રસ્‍તાવ દ્વારા સત્તા પરથી ઉતારી દેવાયેલ ઇમરાન ખાને ચુંટણીની તારીખો જાહેર કરવા શાહબાઝ સરકારને છ દિવસનો સમય આપ્‍યો છે અને ચેતવણી આપી છે કે જો આમ નહીં થાય તો તે આખા દેશ' સાથે ફરીથી ઇસ્‍લામાબાદ આવશે.

પેશાવરમાં એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં ઇમરાન ખાને કહ્યું, ‘એવુ ના વિચારો કે અમે નબળા છીએ, એવું પણ ના વિચારતા કે કોઇ સોદો થયો હતો. મને સાંભળવા મળ્‍યુ છે કે મેં કોઇ સાથે સોદો કર્યો છે. આ બધા આક્ષેપો પાયાવિહોણા છે.બુધવારના તોફાનો અંગે ઇમરાને ખેદ વ્‍યકત કર્યો અને કહ્યું કે પોલીસ અધિકારીઓએ માર્ચમાં ભાગ લેનારાઓ પર હુમલો કર્યો હતો.

(3:19 pm IST)