Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કારમાં ૨૦૦ લિટર દેશી દારૂ ભરીને નીકળેલા સંજયને ક્રાઇમ બ્રાંચે પકડયો

કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડાની બાતમી પરથી ભીચરી પાસેથી પકડી લઇ રૂા. ૧.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયોઃ અગાઉ ત્રણ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૨૮: કોઠારીયા સોલવન્‍ટ નારાયણનગર-૮માં રહેતો સંજય સુરેશભાઇ જીંજરીયા (કોળી) (ઉ.૩૦) નામનો શખ્‍સ ભીચરી ગામ એચ. એમ. શુક્‍લ કોલેજ નજીકથી સ્‍વીફટ કાર જીજે૦૧એચએમ-૨૨૦૦માં રૂા. ૬ હજારનો ૩૦૦ લિટર દેશી દારૂ ભરીને નીકળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લઇ દારૂ, કાર મળી રૂા. ૧.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી તેની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડાને મળેલી બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. ઝડપાયેલો સંજય અગાઉ રાયોટીંગ, જાહેરનામા ભંગ અને જૂગારનો મળી ત્રણ કેસમાં માલવીયાનગર, કુવાડવા પોલીસના હાથે પકડાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. કુલદિપસિંહ, શૈલેષભાઇ અને વિજય મેતાએ આ કામગીરી કરી હતી. સંજય જીંજરીયાની વિશેષ પુછપરછ  હાથ ધરવામાં આવતાં પોતે ચોટીલા અને ભાડલા વચ્‍ચે વીડી તરફ આવેલા ખાટડી ગામ તરફથી પોતે આ દેશી દારૂ ભરી લાવ્‍યાનું સંજયએ રટણ કર્યુ હતું.

 

(10:40 am IST)