Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

પારસ સોસાયટીમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

વિધાનસભા -૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦માં નિર્મલા કોન્વેટ રોડ પર પારસ સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતુમુહૂર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા પ્રદશે ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતુમુહૂર્ત પ્રસંગે કોર્પોરેટરો જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, રાજેશ્રીબેન ડોડીયા, પ્રભારી દિનેશભાઇ કારીયા વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, શિક્ષણ સમિતીના સદસ્ય સંગીતાબેન છાયા, પૂર્વ કોર્પોરેટર નીતાબેન વઘાસીયા, કાશ્મીરાબેન નથવાણી, કિરણબેન શાહ, મનસુખભાઇ ફળદુ, પારસ સોસાયટી ના પ્રમુખ ભરતભાઇ અમલાણી, રાજાભાઇ હિન્દુજા, મનસુખભાઇ પટેલ, સોનુભાઇ હિન્દુજા, દયાળભાઇ બાલચંદાણી સહિતના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)