Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સોમવારથી મુંબઇ - રાજકોટ - મુંબઇ ફલાઇટ ઉડાન ભરશે : ગ્રેટર ચેમ્બરની રજુઆત સફળ

રાજકોટ તા. ૨૮ : લોકડાઉન જાહેર થયા બે માસથી બંધ થયેલ એર ફલાઇટો શરૂ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.  જે સંદર્ભે તા. ૧ ના સોમવારથી મુંબઇ-રાજકોટ-મુંબઇ ફલાઇટ શરૂ થવા જઇ રહી છે.

ખાસ કરીને રાજકોટ ઔદ્યોગિક અને ભૌગોલિક દ્રષ્ટિએ મધ્યબિંદુ સમાન હોય જુદા જુદા શહેરો સાથે આવન જાવનનો વ્યવહાર રહેતો હોય તુરંત હવાઇ સેવા શરૂ કરવા કેન્દ્રના નાગરીક ઉડયન મંત્રી અને વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીને રજુઆતો કરવામાં આવી હતી.

જે અંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાએ પણ દરમિયાનગીરી કરતા તા.૧-૬-૨૦૨૦ ના મુંબઇ રાજકોટ મુંબઇ સવારના સમયની ફલાઇટ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. આમ ગ્રેટર ચેમબરની રજુઆત સફળ રહી હોવાનું પ્રમુખ ધનસુખભાઇ વોરા અને ઇન્ચાર્જ માનદમંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયાની યાદીમાં જણાવાયુ છે.

(2:48 pm IST)