Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

પ્રહલાદ પ્લોટ સંઘમાં કાલે પ્રવેશ : વ્યાખ્યાન

પ.પૂ.આ. ભ. શ્રી મુકિતવલ્લભસૂરિશ્વરજી મહારાજા તથા પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી અરિજીતશેખર મ. સા.આ.ઠા.નો : કરણપરા ચોકથી સવારે ૬:૩૦ કલાકે સામૈયુ

રાજકોટઃ તા.૨૮, પ.પુ. જૈનાચાર્ય ભગવંત થી ભુવનભાનુસૂરિશ્વરજી મહારાજ એ તપ , ત્યાગ, સ્વાધ્યાય, પ્રવચન, લેખન - વિગેરે નાં માધ્યમ થી જૈનશાસનની અનુપમ સેવા કરી હતી. ધાર્મિક શિક્ષિણ શિબિર ના માધ્યમથી ગુમરાહ બનેલા લાખો યુવાનો ને ધર્મના માર્ગ પર ચાલવાનું ચેલેન્જેબલ કાર્ય કરેલ હતું. ૨૦૦ કરતાં પણ વધુ પવિત્ર જૈન સાધુની ભેટ તેઓશ્રીએ જૈન જગત ને આપી છે. 

  જેમણે મોજ, શોખ અને ફેશન   વ્યસનનો ત્યાગ કરી, ત્યાગ, વૈરાગ્યના રંગથી રંગાઈને સંસારનો ત્યાગ કર્યો એવા આચાર્ય ભગવંત પૂજય ભુવનભાનુરિશ્વરજી મહારાજ ના   સમુદાયના હદયસ્પર્શિ પ્રવચનકાર ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ મુકિતવલ્લભ સૂરિશ્વરજી મહારાજા તથા પ. પુ. પન્યાસ પ્રવર શ્રી અરિજીતશેખ૨ મ. સા. આદીઠાણાનું કાલે બુધવાર તા. ૨૯ ના સવારે ૬-૩૦ કલાકે કરણપરા ચોકથી સામૈયુ સકલસંધ ની ઉપસ્થીતીમાં શરૂ થશે અને ગુરૂજી અમારો અંર્તનાદ, અમને આપો આર્શિવાદ ના નાદ થી શ્રી પ્રહલાદ પ્લોટ જૈન સંઘ માં પ્રવેશ થશે. ત્યાર બાદ વ્યાખ્યાન ફરમાવશે. પુજય શ્રી મહાતપસ્વી અને જૈનદર્શન ના ઊંડા અભ્યાસી છે. આ નીમીતે શ્રી પ્રહલાદ પ્લોટ જૈન સંઘમાં અનેરો આનંદ અને ઉત્સાહ પ્રવર્તે છે.  આ પ્રસંગે  શ્રાવક શ્રાવીકાઓને તથા ધર્મપ્રિય શહેરીજનો ને પધા૨વા શ્રીસંઘ પ્રમુખ પ્રવિણભાઈ સંધવીએ આમંત્રણ પાઠવેલ.

(3:54 pm IST)