Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

બજરંગવાડીના મંથન કુબાવતે આર્થિક ભીંસને લીધે ઝેર પીધું

એરપોર્ટ રોડના બગીચા પાસે ઝેર પી શેઠને જાણ કરી

રાજકોટ તા. ૨૮: બજરંગવાડીમાં રહેતો મંથન યોગેશભાઇ કુબાવત (ઉ.૨૨) નામનો બાવાજી યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યે જામનગર રોડ એરપોર્ટના બગીચા પાસે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પગાર ઓછો પડતો હોઇ આર્થિક સંકડામણથી કંટાળીને પગલુ ભર્યાનું તેના પિતાએ જણાવ્યું હતું.

મંથન બે ભાઇમાં મોટો છે અને ફાયનાન્સમાં નોકરી કરે છે. રાત્રે ઝેર પીધા બાદ પોતાના શેઠ દિવ્યરાજસિંહને ફોન કરતાં તે દોડી આવ્યા હતાં અને મંથનને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પિતા યોગેશભાઇ કુબાવતે જણાવ્યું હતું કે મંથનને આર્થિક મુંજવણને લીધે ઝેરી દવા પી લીધુ હતું.

(3:51 pm IST)