Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

બાળકો માટે ફૂટબોલ સમર કેમ્પ

રાજકોટ : રેલ્વે ફૂટબોલ કલબ, લોકો કોલોની રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫ વર્ષથી ૧૭ વર્ષના બાળકો માટે ફૂટબોલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. કેમ્પનું ઈનોગ્રેશન ડીઆરએમ શ્રી પરમેશ્વર ફુકવાલ, એડીઆરએમ શ્રી યાદવ, સીનીયર ડીઓએમ શ્રી અભિનવ જૈફ ઉપસ્થિત રહેલ હતા. આ કેમ્પમાં ૧૦૮ બાળકોએ ભાગ લીધેલ હતો અને ઉંમરવાઈઝ ૪ ગ્રુપ બનાવેલ હતા. કેમ્પ દરમિયાન સવારે નાસ્તાની પણ વ્યવસ્થા રાખેલ હતી. કેમ્પ દરમિયાન રેલ્વેના ઓફીસર્સ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ અને ફૂટબોલમાં સીનીયર પ્લેયર્સ દ્વારા ગ્રાઉન્ડની ચારેબાજુએ ૬૦૦ જેટલા વૃક્ષોની વાવણી કરેલ. કેમ્પને સફળ બનાવવા હિતેષ સોલંકી, જીતુ બોથીયા, એ.બી. બૌરાસી, એચ.પી.સીંગ, મયુરસિંહ, અજયભાઈ, આસીફ, કેશુભાઈ તથા તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(3:51 pm IST)