Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

રાજકોટની ૧૦ દીકરીઓ ગુરૂવારે બરોડામાં તલવાર રાસનું કૌવત બતાવશે

ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબ દ્વારા ગીરાસદાર દિકરીઓને તલવાર રાસની તાલીમ આપી

રાજકોટ, તા. ૨૮ : રાજકોટ રાજવી પરીવારના મહારાણી કાદમ્બરીદેવી સંચાલિત ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની ૧૦ દીકરીઓ તા.૩૦ને ગુરૂવારે બરોડા ખાતે રાજપૂત યુવા એસોસીએશન આયોજીત તલવાર રાસમાં ભાગ લઈ પોતાનું કૌવત દાખવશે.

રાજકોટ મહારાણી કાદમ્બરીદેવીના માર્ગદર્શન હેઠળ ચાલતી ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબ દ્વારા ૬ વર્ષથી ગીરાસદાર ક્ષત્રિય દીકરીઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. દીકરીઓ દ્વારા ગાંધીનગર, અંબાજી, શામળાજી, સુરજકુંડ (હરીયાણા) અને જગન્નાથપુરી ખાતે યોજાયેલા તલવાર રાસ હરીફાઈમાં ભાગ લીધો હતો. બરોડા રાજપૂત યુવા એસોસીએશન દ્વારા તા.૩૦ને ગુરૂવારના રોજ તલવાર મહોત્સવ ૨૦૧૯માં સંસ્થાના રેખાબા જાડેજા, કિરણબા પરમાર, હાર્દિકાબા જાડેજા, નીતાબા જાડેજા, દેવશ્રીબા જાડેજા, પૂર્ણાબા ઝાલા, કૌશિકાબા જાડેજા, મહેશ્વરીબા પરમાર, જાનવીબા જાડેજા અને હર્ષાબા જાડેજા સહિત ૧૦ દીકરીઓ ભાગ લેશે. ડીમ્પલબા જાડેજા અને નયનાબા જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:50 pm IST)