Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વોર્ડ નં.૦૪માં રાજલક્ષ્મી સોસાયટી ટી.પી. રોડ પર ડામરકામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'જયાં માનવી ત્યાં સુવિધા' અને ''સૌનો સાથ અને સૌનો વિકાસ'' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં રાજલક્ષ્મી સોસાયટી ટી.પી. રોડ રસ્તા ડામર કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટરશ્રી પરેશભાઈ પીપળીયાનાં હસ્તે કરવામાં આવેલ. વધુ સારા રસ્તાની સુવિધા વિસ્તારવાસીઓને મળી રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ના પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી તથા વોર્ડ અગ્રણીય હિતેશભાઈ ગોહિલ, ધીરુભાઈ પીપળીયા, પ્રવીણભાઈ પટેલ, મોન્ટુભાઈ વિસરીયા, રવિભાઈ લીંબાસીયા, કિશોરભાઈ તન્ના, શરમણભાઈ ભોરણીયા, હેતુભા જાડેજા, પરેશભાઈ રાસમીયા, દર્શનભાઈ પટેલ, દિલીપભાઈ લીંબાસીયા, મુકેશભાઈ ગોહિલ, ભાવેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈ, ચંદુભાઈ હિરપરા, ગીરીરાજસિંહ જાડેજા, રાજુભાઈ બારોટ, હિતેશભાઈ મિસ્ત્રી, મહેશભાઈ પટેલ તથા નેહલબેન, હિરલબેન, નેહલબેન, નીલમબેન, જયશ્રીબેન, દિપ્તીબેન, હિનાબેન, લીલાબેન, રીપલબેન, હેતલબેન, રાજકુંવરબા, દિવ્યાબા, જયોત્સનાબેન, વજુબેન, વનીતાબેન, શાન્તાબેન, મયુરીબેન, સપનાબેન, અંજુબેન વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)