Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરતની ફાયર ઘટના બાદ રાજકોટ જીલ્લામાં કલેકટર દ્વારા કલાસ સ્કુલ-મોલ-હોટલો-હોસ્પિટલોમાં ચેકીંગઃ ૪ર૭ને નોટીસો ફટકારાઇ

ત્રણ દિ'માં ફાયર સાધનો વસાવી લેવા આદેશોઃ નહી તો સીલ કરી દેવા SDM ચીફ ઓફીસરોને સુચના

રાજકોટ તા. ર૮ : સુરતમાં આગની ભયાનક ઘટના બાદ સરકારના આદેશો છુટતા રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગૂપ્તાએ સમગ્ર જીલ્લામા આવેલ મોલ-હોસ્પીટલો-સ્કુલ-કોલેજ-કલાસીસ -હોટલો-રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટી તથા અન્ય ડીઝાસ્ટર અંગે દરેક પ્રાંત-મામલતદાર તથા નગર પાલિકાના ચીફ ઓફીસરોને આદેશો કર્યા હતા.

સતત રવી, સોમની ઝૂંબેશમાં ફુલ પ૪૩ સ્થળે ચેકીંગ કરાયું તેમાંથી ૪ર૭ સંચાલકોને ફાયર સેફટી ન હોવા અંગે દરેક પ્રાંત-ચીફ ઓફીસરો દ્વારા નોટીસો ફટકારાઇ છે.

જેમાં ૧૭૦ થી વધુ ટયુશન કલાસીસ, રર૯ શૈક્ષણિક સંકુલો, પ૭ હોસ્પીટલો, ૧૭ જેટલી હોટલ-રેસ્ટોરન્ટ તથા૧ મોલને નોટીસો ફટકારાઇ છે.

આ નોટીસ અન્વયે કલેકટર ડો. રાહુલ ગૂપ્તાએ ૩ દિ'માં ફાયર સેફટીના સાધનોઅને અન્યડી ઝાસ્ટર અંગે તે સામે રક્ષા કવચ કરી લેવા આદેશો કર્યા છે, જો આમ નહિ કરાય તોજે તે હોટલ-શૈક્ષણિક સંકુલ-હોસ્પીટ-કલાસીઝને સીલ કરી દેવા દરેક એસ.ડી.એમ. મામલતદાર-ચીફ ઓફીસરોને સૂચના આપી છે.

(4:04 pm IST)