Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સિવિલ હોસ્પિટલને ૧૦૦ સ્ટ્રેચર અર્પણ કરતાં સેવાભાવી યુવાનો

આજે ૬૦ સ્ટ્રેચર અપાયા, બાકીના ૪૦ હવે પછી પહોંચાડાશેઃ તબિબી અધિક્ષક ડો મનિષ મહેતા, મેટ્રન જાખરીયા, રેખાબેન, ડો. શર્મા, અલ્પેશભાઇ નાકરાણી સહિતનાએ દર્દીઓના લાભાર્થે કરાયેલી સેવાને બિરદાવી

રાજકોટઃ સોૈરાષ્ટ્રની ધરતી એટલે દાતાઓની ધરતી...અહિ બીજાની મદદ કરવાની ખેવના લગભગ દરેકના હૃદયમાં વસતી હોય છે. સિવિલ હોસ્પિટલ કે જ્યાં રાજકોટ નહિ સોૈરાષ્ટ્ર કચ્છ અને બીજા જીલ્લાઓમાંથી પણ દર્દીઓ આવતા રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના લાભાર્થે જાગૃત અને સેવાભાવી યુવાનોએ આજે ૧૦૦ સ્ટ્રેચર અર્પણ કર્યા છે. આજે ૬૦ સ્ટ્રેચર હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. બીજા ૪૦ સ્ટ્રેચર બનાવવાનું કામ ચાલુ છે, જે સ્ટ્રેચર હવે પછી પહોંચાડાશે. યુવાનોએ ઇમર્જન્સી વોર્ડ ખાતે સાંઇઠ સ્ટ્રેચર પહોંચાડતાં તેમની આ સેવાભાવનાને તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડો.શર્મા, મેટ્રન હિતેષ જાખરીયા, એચઆર રેખાબેન, અલ્પેશભાઇ નાકરાણી સહિતનાએ બિરદાવી હતી. તસ્વીરમાં ડો. મનિષ મહેતા અને ટીમ તથા સ્ટ્રેચર અર્પણ કરનાર સેવાભાવી યુવાનો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:46 pm IST)