Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

રાહુલ ગાંધી રાજીનામુ ન આપોઃ કોંગી કાર્યકરો-આગેવાનોના બેનરો સાથે ધરણા

રાહુલજીના નેતૃત્વમાં પંજાબ સહીત ત્રણ વિધાનસભામાં ભાજપના સુપડા સાફ થયાઃ રાફેલ કૌભાંડ ઉજાગર કર્યુ ત્યારે રાહુલજી : રાજીનામાનો નિર્ણય પાછો ખેંચેઃ પ્રદેશ મહીલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ત્રિકોણબાગે સેંકડો કોંગી કાર્યકરો ઉમટયા

રાહુલ ગાંધી હમ આપ કે સાથે હૈઃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું પાછુ ખેંચે તેવી માંગ કોંગી આગેવાનો-કાર્યકરોએ ઉઠાવી તે વખતની તસ્વીર. પ્રદેશ મહીલા અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા ઉપનેતા મનસુખ કાલરીયા પ્રભાતભાઇ ડાંગર વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ,ર૮ : મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના નેતૃત્વ હેઠળ આજે રાજકોટ ખાતેના ત્રિકોણ બાગે રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો, આગેવાનો, મહિલા આગેવાનો, યુથ કોંગ્રેસ, સેવાદળના કાર્યકરો દ્વારા રાહુલજી રાજીનામું ના આપે અને કોંગ્રેસ અધ્યક્ષ પદે હાલ જે હોદા પર છે તે યથાવત રહે તે માટે બેનરો સાથે રાહુલજીના સમર્થનમાં હાજરી આપી હતી.

આ તકે ગાયત્રીબાએ જણાવેલ કે રાહુલજીના નેતૃત્વમાં પંજાબ અને પાંચ રાજયોમાં છેલ્લે ચૂંટણી યોજાયેલ તે વિધાનસભાની ચૂંટણીમાં પણ ત્રણ રાજયોમાં ભાજપનાં સુપડા સાફ થયા હતાં. અને સબળ નેતૃત્વ પુરૃં પાડેલ અને કોંગ્રેસમાં નવો જુસ્સો ઉભો કરેલ ભાજપના ભ્રષ્ટાચારરાફેલ કૌભાંડ સહિતના કૌભાંડો ઉજાગર કર્યા હતાં. તેમ છતાં રાહુલજીએ  નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે ત્યારે  એક - એક કોંગ્રેસના કાર્યકરની લાગણી છે કે તેઓ પોતાનો રાજીનામાનો નિર્ણય પાછો લ્યે.

 આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, કોર્પોરેટરશ્રીઓ નિર્મળભાઈ મારું, પરેશભાઈ હરસોડા, પ્રભાતભાઈ ડાંગર, મયુરસિંહ જાડેજા, હારૂનભાઈ ડાકોરા, વલ્લભભાઈ પરસાણા, રવજીભાઈ ખીમસુરીયા, કનકસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખશ્રીઓ જગદીશભાઈ સખીયા, ગૌરવભાઈ પુજારા, વાસુભાઈ ભંભાણી, રમેશભાઈ જુન્જા, કિશોરભાઈ દુબરીયા, કેતનભાઈ તાળા, માણસુરભાઇ વાળા, આગેવાનો અંકુરભાઈ માવાણી, વિક્રમભાઈ વાંક, ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ નિમાવત, ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ તાલાટિયા, શૈલેશભાઈ રૂપાપરા, મથુરભાઈ માલવી, સુરેશભાઈ ગરૈયા, ગોવિંદભાઈ ચાવડા, નરેશભાઈ સાગઠીયા, પ્રવીણભાઈ મુછડીયા, જગદીશભાઈ સાગઠીયા, મુકેશભાઈ પરમાર, રવિભાઈ ડાંગર, ગૌતમ ચક્રવતી, ડી.બી.ગોહેલ, શીવુભા જાડેજા, લાલભાઈ હુંબલ, ભરતભાઈ મકવાણા, પરસોતમભાઈ , પ્રવીણભાઈ સોરાણી, ભાર્ગવભાઈ પઢિયાર, રાજેશભાઈ આમરણીયા, જીતુભાઈ ઠાકર, કિશોરસિંહ જાડેજા, નાગજીભાઈ વિરાણી, એડવોકેટ અશોકસિંહ વાદ્યેલા, ગોવિંદભાઈ સભાયા, મહિલા આગેવાનો તથા કોર્પોરેટરશ્રીઓ, પારૂલબેન ડેર, જયાબેન ટાંક, ગીતાબેન પુરબીયા, વસંતબેન માલવી, ઉર્વશીબા જાડેજા, ભાનુબેન સોરાણી, આગેવાનો દિપ્તીબેન સોલંકી, પ્રફુલાબેન ચૌહાણ, હીરાલબા રાઠોડ, ચંદ્રિકાબેન વરણીયા, મીનાબેન ચૌહાણ, શાંતાબેન મકવાણા, હર્શાબા જાડેજા, રીટાબા ઝાલા, દુરૈયાબેન મુસાણી, રંજનબેન કાંજીયા, નીલેશ્વરીબેન પુરોહિત, નીરૂબેન મોરબીયા, આશાબેન ગોહિલ, સોનલબેન ભાલોડી, સોનલબા પઢિયાર, રસીલાબેન સોનેરા, જાગુબેન સોનેરા, અંબિકાબા જાડેજા, વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

(3:28 pm IST)