Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધો. ૧૨ સાયન્‍સ અને JEEની જેમ ધો. ૧૦માં છવાતા ઉત્‍કર્ષ સ્‍કૂલના તેજસ્‍વી વિદ્યાર્થીઓ

રાજકોટ, તા. ૨૮ :. આજે પ્રસિદ્ધ થયેલા ધો. ૧૦ના રીઝલ્‍ટમાં ઉત્‍કર્ષ સ્‍કૂલના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે. ઈંગ્‍લીશ મિડીયમમાં ધો. ૧૧-૧૨ સાયન્‍સ માટે શ્રેષ્‍ઠ રીઝલ્‍ટ આપતી ઉત્‍કર્ષ સ્‍કૂલ ઓફ એકસલન્‍સના વિદ્યાર્થીઓએ ધો. ૧૦ ના પરિણામનો વિજયસ્‍થ આગળ ધપાવેલ છે.

સ્‍કૂલની વિદ્યાર્થીની ભીમજીયાણી ઈપ્‍શાએ એ ૯૯.૯૫ પી.આર. મેળવી સ્‍કૂલમાં પ્રથમ તેમજ સમગ્ર બોર્ડમાં પાંચમુ સ્‍થાન મેળવેલ છે. તેમજ કાનાણી દર્શે ૯૯.૯૧ પી.આર. સાથે બોર્ડમાં નવમુ સ્‍થાન મેળવેલ છે. કાનાણી દિયા ૯૯.૮૯ પી.આર., દવે નંદિની ૯૯.૮૦ પી.આર., સાંગાણી આર્શ ૯૯.૭૬ પી.આર., મેહતા દેવાંશુ ૯૯.૫૯ પી.આર., અકબરી હર્ષ ૯૯.૨૧ પી.આર., સાપરિયા રિષી ૯૯.૧૭ પી.આર., પાટડિયા ભાવિન ૯૯.૧૭ પી.આર., પટેલ જીલ ૯૯.૧૩ પી.આર. મેળવી અને બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.

ઉપરાંત સ્‍કૂલના કુલ ૯૬ વિદ્યાર્થીઓમાંથી ૧૦ વિદ્યાર્થીઓએ ૯૯ પી.આર. કરતા વધારે પી.આર. મેળવેલ છે. ૯૮ પી.આર. કરતા વધારે ૧૯ વિદ્યાર્થીઓ, ૯૫ પી.આર. કરતા વધારે ૩૬ વિદ્યાર્થીઓ, ૯૦ પી.આર. કરતા વધારે ૫૬ વિદ્યાર્થીઓ અને ૮૦ પી.આર. કરતા વધારે ૮૦ વિદ્યાર્થીઓએ અને ૭૦ પી.આર. કરતા વધારે ૯૧ વિદ્યાર્થીઓએ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્‍કર્ષ સ્‍કૂલ ઓફ એકસલન્‍સની સર્વોપરીતા સ્‍થાપિત કરી છે.

ઈપ્‍શા ભીમજીયાણી (એ-વન ગ્રેડ)

ધો. ૧૦ના પરિણામમાં ઉત્‍કર્ષ સ્‍કૂલ ઓફ એકસલન્‍સની વિદ્યાર્થીની ભીમજીયાણી ઈપ્‍શાએ ૯૯.૯૫ પી.આર. મેળવીને બોર્ડમાં પાંચમુ સ્‍થાન મેળવીને ઉત્‍કર્ષ સ્‍કૂલ તેમજ ભીમજીયાણી પરિવારનું ગૌરવ વધારેલ છે.

રાજકોટમાં એલ.આઈ.સી. એજન્‍ટ દિપકભાઈ ભીમજીયાણીની પુત્રી ઈપ્‍શાને સાયન્‍સમાં મેડીકલ ક્ષેત્રે કાર્ડિયોલોજીસ્‍ટ તરીકે પોતાની કારકિર્દી બનાવવી છે. આ સ્‍વપ્‍ન હાંસીલ કરવું ઉત્‍કર્ષ સ્‍કૂલના માર્ગદર્શનથી જ સરળ બનશે એવા વિશ્વાસ સાથે ધો. ૯ થી જ તેણે ઉત્‍કર્ષ સ્‍કૂલમાં એડમીશન લીધેલ હતું. માતા શ્રીમતિ જાગૃતિબેનનું એવું દ્રઢપણે માનવુ છે કે ઈપ્‍શાની આજની આ સફળતાનું શ્રેય ફકતને ફકત ઉત્‍કર્ષ સ્‍કૂલના ફાળે જાય છે.

દર્શ કાનાણી (એ-વન ગ્રેડ)

ધો. ૧૦ની રીઝલ્‍ટમાં ઉત્‍કર્ષ સ્‍કૂલના વિદ્યાર્થી દર્શ કાનાણીએ ઝળહળતો દેખાવ કરી સ્‍કૂલની શ્રેષ્‍ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. દર્શે ૯૯.૯૧ પી.આર. સાથે કુલ ૬૦૦માંથી ૫૬૯ માર્કસ મેળવી અને સ્‍કૂલ તથા કાનાણી પરિવારનું ગૌરવ વધારેલ છે.

દર્શ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માગે છે. ધો. ૧૦નું તેનુ પરિણામ તેની કારકિર્દીનું પ્રથમ શ્રેષ્‍ઠતમ સોપાન બની રહેશે.

દિયા કાનાણી (એ-વન ગ્રેડ)

ધો. ૧૦ના રીઝલ્‍ટમાં ઉત્‍કર્ષ સ્‍કૂલની દિયા કાનાણી ૯૯.૮૯ પી.આર. સાથે ૬૦૦માંથી ૫૬૭ માર્કસ મેળવીને પરિવાર તેમજ સ્‍કૂલને ગૌરવ અપાવ્‍યુ છે.

દિયાના પિતાશ્રી કન્‍સલ્‍ટીંગ એન્‍જિનીયર અને ખ્‍યાતનામ ગવર્મેન્‍ટ એપ્રુવ્‍ડ વેલ્‍યુઅર તરીકે ફરજ બજાવે છે. તેમના માતા શ્રીમતી મનિષાબેન દિયાની સફળતાનું તમામ શ્રેય ઉત્‍કર્ષ સ્‍કૂલને જ આપે છે. દિયા તબીબી ક્ષેત્રમાં આગળ જઈને કાર્ડિયોલોજીસ્‍ટ બનવાની ઉચ્‍ચ મહત્‍વકાંક્ષા ધરાવે છે.

નંદિની દવે (A 1  ગ્રેડ)

૧૦ ના પરિણામમાં ઉત્‍કર્ષ સ્‍કૂલ્‍ની વિદ્યાર્થીની નંદિની દવેએ ૯૯.૮૦ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્‍કર્ષ સ્‍કૂલ્‍ તેમજ દવે પરિવારનું ગોૈરવ વધારેલ છે.

નંદિનીની કારકિર્દી માટે તેના પિતાશ્રી સુનિલભાઇ સતત જાગૃત છે. તેઓનું એવુ નિヘતપણે માનવું છે કે ઉત્‍કર્ષના અનુભવી ફેકલ્‍ટીઓ દ્વારા અપાતું આયોજનબધ્‍ધ શિક્ષણ અને વિશાળશ્રેણીમાં લેવાતી ટેસ્‍ટ અને તેની પાછળનું વ્‍યકિતગત ફોલોઅપ વર્ક નંદીનીની કારકિર્દી ઘડવામાં અત્‍યંત મહત્‍વનાં બની રહયા છે.

આર્ષ સાંગાણી

સાંગાણી આર્ષે ૯૯.૭૬ પીઆર સાથે કુલ ૬૦૦ માંથી ૫૬૦ માર્કસ મેળવી બોર્ડમાં અગ્ર સ્‍થાન મેળવેલ છે. આર્ષે ગણિતમાં ૧૦૦ માંથી ૯૦ અને વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૯૭ માર્કસ મેળવીને સાયન્‍સ વિષયોમાં ઝળહળતો દેખાવ કરેલ છે.

આર્ષના પિતાશ્રી કમલેશભાઇ કે જેઓ સંજયરાજ રાજયગુરૂ કોલેજના પ્રિન્‍સીપાલ તેમજ મિકેનિકલ એન્‍જીનીયરીંગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્‍ટ તેમજ તેમના માતાશ્રી મેઘાબેન પણ વી.વી.પી. કોલેજમાં પ્રોફેશર ઓફ મિકેનીકલ એન્‍જીનીયરીંગ તરીકે ફરજ બજાવે છે. તેઓએ આર્ષને એક ઉચ્‍ચતમ ડોકટર બનાવવાની મહત્‍વાકાંક્ષા સેવી છે.

દેવાંશુ મહેતા (A 1 ગ્રેડ)

ધો. ૧૦ના પરિણામમાં ઉત્‍કર્ષ સ્‍કૂલ ઓફ એકલન્‍સનો વિદ્યાર્થી દેવાશું મહેતાએ ૯૯.૫૯ પીઆર મેળવીને ઉત્‍કર્ષ સ્‍કૂલ તેમજ મહેતા પરિવારનું ગોૈરવ વધારેલ છે.

 સાયન્‍સ એ ગ્રૃપમાં સ્‍વપનાઓ સાકાર કરવા હશે તો ઉત્‍કર્ષ સ્‍કૂલના માર્ગદર્શનથી જ તે સરળ બનશે. એવા વિશ્વાસ સાથે દેવાશું એ ધોરણ ૯ થી જ ઉત્‍કર્ષ સ્‍કૂલમાં એડમીશન લીધેલ હતું. તેમના પિતાશ્રી નિરજભાઇ તેમજ માતા શ્રી મતિ નેહાબેન બન્ને ડિપ્‍લોમાં ઇન એન્‍જીનીયરીંગની ડિગ્રી ધરાવે છે. તેમનું એવું દ્રઢપણે માનવું છે કે દેવાશુંની આજની આ સફળતાનું શ્રેય ફકત ને ફકત ઉત્‍કર્ષ સ્‍કૂલના ફાળે જાય છે.

હર્ષ અકબરી

 ધો ૧૦ના પરિણામમાં ઉત્‍કર્ષ સ્‍કૂલના વિદ્યાર્થી હર્ષ અકબરીએ ૯૯.૨૧ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્‍કર્ષ સ્‍કૂલ તેમજ અકબરી પરિવારનું ગોૈરવ વધારેલ છે. હર્ષે કુલ ૬૦૦ માંથી ૫૪૨ મેળવી ૯૦.૩૩% મેળવેલ છે.

 હર્ષની કારકિર્દી માટે તેના પિતા દિનેશભાઇ તથા માતાશ્રી હિનાબેન સતત જાગૃત છે. તેઓનું એવું નિヘતિપણે માનવું છેકે ઉત્‍કર્ષના અનુભવી ફેકલ્‍ટીઓ દ્વારા અપાતું આયોજનબધ્‍ધ શિક્ષણ અને વિશાળ શ્રેણીમો લેવાતી ટેસ્‍ટ અને તેની પાછળનું વ્‍યકિતગત ફોલોઅપ વર્ક હર્ષની કારકિર્દી ઘડવામાં અત્‍યંત મહત્‍વના બની રહયા છે.

સાપરીયા રિષી

 બિઝનેસમેન હેમલભાઇનો પુત્ર અને ઉત્‍કર્ષ સ્‍કૂલના મહત્‍વાકાંક્ષી વિદ્યાર્થી રિષીએ ધોરણ ૧૦ ના પરિણામમાં ૯૯.૧૭ પીઆર સાથે ઝળહળતીસફળતા મેળવીને ઉત્‍કર્ષ સ્‍કૂલ તેમજ સાપરીયા પરિવારનું ગોૈરવ વધારેલ છે.

રિષીના માતા શ્રીમતિ યોગિતા બેન ગોૈરવપૂર્વક જણાવેછે કે ઉત્‍કર્ષના અનુભવી ફેકલ્‍ટીઓ દ્વારા અપાતું આયોજનબધ્‍ધ શિક્ષણ અને વિશાળશ્રેણીમાં લેવાતી ટેસ્‍ટ અને તેની પાછળનું વ્‍યકિતગત ફોલોઅપ વર્ક રિષીની કારકિર્દી ઘડવામાં અત્‍યંત મહત્‍વના બની રહયા છે.

પટેલ જીલ

ધો. ૧૦ ના રીઝલ્‍ટમાં ઉત્‍કર્ષ સ્‍કૂલો જીલ પટેલ ૯૯.૧૩ પીઆર સાથે ૬૦૦ માંથી ૫૪૦ માર્કસ સાથે ૯૦.૦૦% મેળવીને પરિવાર તેમજ સ્‍કૂલને ગોૈરવ અપાવ્‍યું છે.

જીલના પિતા રાજેષ કુમાર પટેલ તથા માતા શ્રીમતિ જલ્‍પાબેન જીલની સફળતાનું તમામ શ્રેય ઉત્‍કર્ષ સ્‍કૂલને જ આપે છે. જીલના પિતા મારવાડી એન્‍જીનીયરીંગ કોલેજજના ડિપ્‍લોમા ઇન ઇલેકટ્રોનિકલ એન્‍જીનીયરીંગના પ્રિન્‍સીપાલ તેમજ હેડ ઓફધ ડિપાર્ટમેન્‍ટ તરીકે ફરજ બજાવે છે. જીલ ભવિષ્‍યમાં સિવિલ એન્‍જીનીયર તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું સ્‍વપ્ન ીસધ્‍ધ કરવા માટે કટીબધ્‍ધ છે.

ભાવિન પાટડીયા

રાજકોટમાં સોનીકામનો વ્‍યવસાય કરતા શ્રી જયેશભાઇ પાટડીયા તથા વર્ષાબેન પાટડીયાનો પુત્ર અને ઉત્‍કર્ષ સ્‍કૂલનો મહત્‍વકાંક્ષી વિદ્યાર્થી ભાવિને આજના ધોરણ ૧૦ના પરિણામમાં સફળતાની સીડી સર કરેલ છે.

(4:58 pm IST)