Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સોની સમાજનું ગૌરવ વધારતો વિરાજ સાહોલીયા :૯૮.૪૮ પીઆર

 રાજકોટઃ તા.૨૮, રાજકોટ હાલારી સોની સમાજના કારોબારી સભ્‍ય હસમુખલાલ વલ્લભદાસ સાહોલીયા પૌત્ર તથા ગીતેશભાઇ સાહોલીયાના સુપુત્ર ચિ. વિરાજ તે વિ.જી. હોલમાર્કવાળા ભાયાભાઇ સાહોલીયાના ભત્રીજા  એસએસસીની પરીક્ષામાં ૯૮.૪૮ પીઆર મેળવી ઉર્તિણ થયેલ છે. તે બદલ સમાજના પ્રમુખશ્રી  અશોકભાઇ ઝીંઝુવાડીયા ઉપપ્રમુખ ભાયાભાઇ સાહોલીયા મંત્રીશ્રી પ્રવિણભાઇ ધોળકીયા સહમંત્રી મુકેશભાઇ લાઠીગરા ખજાનચી દિલીપભાઇ રાજપરા સહજાનચી મયુરદાસ ધંધુકીયા તથા સર્વે કારોબારી સભ્‍યોએ અભિનંદન પાઠવેલ છે. તેમજ સોની સમાજનું ગૌરવ વધારેલ છે.

(4:53 pm IST)
  • કર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક નિવેદન, કહ્યું કે "7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ" access_time 4:35 pm IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • મ.પ્રદેશ-મહારાષ્‍ટ્ર સહિત દેશના પોણો ડઝન રાજ્‍યોમાં માથુ ફાડતી ગરમી : ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રી રાજસ્‍થાનમાં ૪૮ ડીગ્રી : ૪૪-૪૫ ડીગ્રી આસપાસ ઠેર ઠેર ગરમીઃ અડધો ડઝન રાજ્‍યોમાં ‘લૂ' એલર્ટ જાહેરઃ મ.પ્ર.ના ૧૬ શહેરોમાં અને ગુજરાતના ૮ શહેરોમાં ઉ.માન ૪૫ ડીગ્રી અને તેથી વધુ મ.પ્ર.ના ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રીઃ રાજસ્‍થાનના બુંદી, ઝાલાવાડ, બારા ખાતે ૪૮ ડીગ્રી access_time 4:52 pm IST