Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જૂની કલેકટર કચેરીમાં ખરા બપોરે માથાકૂટ રેવન્યુ કલાર્ક ઉપર હૂમલોઃ ડે.કલેકટરને રજૂઆત

માથા ભારે અને બીનઅધિકૃત બેસતા લોકો સામે વાંધા અરજીઓ ફરીયાદો અપાઇ...

રાજકોટ તા. ર૮ :.. જૂની કલેકટર કચેરીમાં પશ્ચિમ મામલતદાર કચેરીના રેવન્યુ કલાર્ક શકિતસિંહ ઉપર કોઇ અજાણ્યા શખ્સોએ રજૂઆતો બાબતે હૂમલો કર્યાનું બહાર આવતા રેવન્યુના કર્મચારીઓમાં પ્રચંડ રોષ વ્યાપી ગયો હતો, અને મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલાની આગેવાની હેઠળ ડે. કલેકટરશ્રી પટેલ સમક્ષ રજૂઆતો માટે દોડી ગયા હતાં.

દરમિયાન જૂની કલેકટર કચેરીના બોન્ડ રાઇટર ચેતન ચંદારાણા, કિશોરભાઇ તન્ના, દિનેશ રંગપરા, કાંતિલાલ બારોટે આજે ડે. કલેકટર સીટી પ્રાંત-૧ ને આવેદન  પાઠવી મામલતદાર ઓફીસમાં બેસતા માથાભારે અને બીન અધિકૃત લોકો સામે પગલા ભરવા માંગણી કરી હતી.

રજૂઆતમાં ઉમેરેલ કે આ લોકો પોતાનો કબજો જમાવી લાવવાનું કામકાજ કરે છે, અને ઓફીસમાં આવતા અરજદારોના ખોટા માર્ગે દોરી વધારે પૈસા લઇ ગેરકાયદેસર કામ કરે છે, આથી આ બાબતે તપાસ કરાવી ખરાઇ કરવા માંગણી કરાઇ છે.

દરમિયાન એક બીજી બાબત મુજબ રેવન્યુ કર્મચારીઓ વચ્ચે પણ માથાકૂટ થયાનું અને ઝપાઝપી થયાનું બહાર આવ્યું છે.

(4:15 pm IST)