Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

રાજકોટમાં મ્‍યુનિ. કોર્પોરેશનનાં ડે.ઇજનેર પર કોંગી કોર્પોરેટરના પતિ સહિતનો હુમલો

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૫નાં આજી વસાહત વિસ્‍તારમાં ગંદાપાણીની ફરીયાદ પ્રશ્ને વોર્ડ ઇજનેર શ્રી પટેલીયા અને એડી.આસી.ઇજનેર અરજણભાઇ ડી. સદાડીયાએ સ્‍થળ મુલાકાત લેતા કોંગ્રેસ કોર્પોરેટર માસુબેન રામભાઇ હેરભાના પતિ રામભાઇ અને લતાવાસીઓએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી  માર માર્યો હતોઃ આ ઘટનાથી સમગ્ર કોર્પોરેશનમાં ચકચાર જાગી છેઃ આ અંગે કોર્પોરેશનનાં અધિકારીઓએ થોરાળા પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરી છે

(1:05 pm IST)
  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • રાજકોટમાં તાપ સાથે લૂ :શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે, બપોરે ૨:૩૦ વાગ્યે ૪૧.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે : જાહેર માર્ગો સૂમસામ access_time 4:01 pm IST

  • યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST