Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

મોદી સ્કુલમાં ફી વધારા પ્રશ્ને વાલીઓનો હોબાળોઃ મંદિરમાં ધરણા - સુત્રોચ્ચાર

રાજકોટઃ ફી વધારા પ્રશ્ને વાલીઓએ મોદી સ્કુલ ખાતે દેખાવો કર્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૮: ગુજરાતભરની ખાનગી શાળાઓનો પ્રશ્ન ખુબ પેચીદો અને ચર્ચાસ્પદ બન્યો છે. રાજય સરકારે ફી અધિનિયમ કાયદા હેઠળ ફી નકકી કરી છે. આ વિવાદ હાલ કોર્ટમાં છે ત્યારે વાલી અને ખાનગી શાળાઓના સંચાલકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યા છે.

રાજકોટ ફી નિવારણ સમિતિએ ખાનગી શાળાઓની ફી નકકી કરી નથી ત્યારે વાલીઓએ કઇ ફી ભરવી? તે અંગે ભારે દ્વિધા છે ત્યારે ખાનગી શાળાઓ આપ મેળે ફી નકકી કરે છે.

આજે અંબીકા ટાઉનશીપ ખાતે આવેલ મોદી સ્કુલના કેટલાક વાલીઓએ ફી પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. મોદી સ્કુલ દ્વારા ફી વધારો કરતા વાલીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. બાજુમાં આવેલ મંદિર પરિસરમાં ધરણા કર્યા હતા.  (૭.૩૮)

(4:30 pm IST)