Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

કાલે નૃત્ય મહોત્સવઃ કથ્થક-ઘુમ્મરથી કલાના ઓજસ પથરાશે

ગુજરાત સંગીત નાટય અકાદમી અને નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે આયોજનઃ હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૮ વાગ્યાથી કાર્યક્રમ

રાજકોટ તા. ૨૮: આવતી કાલે તા. ૨૯ને રવિવારે શહેરમાં નૃત્યમહોત્સવનું આયોજન કરાયું છે.

આ અંગે નટવીર નૃત્યમાઇા કલાસીસ ડાન્સ સ્કુલ તથા નુપૂર એકેડમી ના કલા શિક્ષકો હર્ષાબેન ઠક્કર,(કાનાબાર), હિનાબેન દાવડા, ડોલીબેન ઠક્કર, ખ્યાતિબેન મેર, હેમાક્ષીબેન રાથ, કૃણાલીબેન ભાયાણી વગેરેએ 'અકિલા' કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે ''ગુજરાત સંગીત નાટય અકાદમી અને નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટ (અમદાવાદ)નાં સંયુકત ઉપક્રમે આવતીકાલે તો. ૨૯ ને રવિવારે રાજકોટના હેમુગઢવી હોલ (મિની થિયેટર) માં નૃત્ય મહોત્સવ યોજાશે.રાત્રે ૮ વાગ્યે શરૂ થનાર આ નૃત્ય મહોત્સવનાં મુખ્ય મહેમાન પદે પૂર્વ ધારાસભ્ય ભાનુબને બાબરીયા, તથા ડે. મેયર ડો. દર્શિતાબને શાહ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષપદે ઓડીસી નૃત્ય કલાગુરૂ શ્રીમતી સુપ્રવાબેન મિશ્રા ઉપસ્થિત રહેશે.

આ નૃત્ય મહોત્સવમાં નટવરી નૃત્યમાલા, સીતા સ્વયંવર, ગોકુળમાં કાનુડો વગેરે નૃત્યનાટીકાઓ શુધ્ધ કથ્થક કલાલોકલ નૃત્ય સાથે રજુ થશે.

આ ઉપરાંત અમદાવાદમાં જુહીબેન કલા મહાકુંભ અભિનય ગીત રજુ કરશે.

તેવીજ રીતે ઘુમર, તરાના વગેરે નૃત્ય સાથે કલાકારો નૃત્યકલાના ઓજસ પાથરસે અને નારી શકિત ઉજાગર કરતા નૃત્ય રજુ કરશે.

નોંધનીય છેકે રાજકોટમાં છેલ્લા ૧૭ વર્ષથી રોયલપાર્ક કાલાવડ રોડ સહિત ૧૭ થી ૧૮ સ્થળોએ 'નૃત્યકલા' શિખડાવવા માટે એકેડેમીઓ ચાલુ છે.

આ સમગ્ર નૃત્ય મહોત્સવના આયોજનમાં રાજયસંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, સભ્ય સચિવ ડી.ડી. કાપડીયા તથા આસી. ડાયરેકટર કૃપાબેન રાવલ સતત માર્ગદર્શન આપી રહ્યા છે.(૧.૧૮)

 

(4:29 pm IST)