Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સરકારનું કોમન પ્રવેશ પોર્ટલ પ્રાઇવેટ યુનિવર્સિટીના લાભાર્થેઃ ડો.નિદત બારોટ

અવ્‍યવસ્‍થાને લીધે વિદ્યાર્થીઓ દુઃખી થશે સરકારને પ્રોજેકટ પડતો મુકવા શિક્ષણમંત્રીને રજુઆત કરતા ડો.નિદત બારોટ

રાજકોટ તા.૨૮: ગુજરાત સરકાર દ્વારા કોમન પ્રવેશ પોર્ટલ બનાવ્‍યું છે તે મુદે કોંગ્રેસના અગ્રણી ડો.નિદત બારોટે શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલને વિસ્‍તૃત રજુઆત કરીને કોમન પ્રવેશપોર્ટલ પ્રાઇવેટ યુનિવર્સીટીના લાભાર્થે હોવાનું જણાવી વિદ્યાર્થીઓ દુઃખી થશે. અને સરકારે આ પ્રોજકેટ પ્રડતો મુકવો જોઇએ તેવી રજુઆત કરી છે.

કોંગ્રેસના ડો.નિદત બારોટે શિક્ષણમંત્રીને રજુઆતમાં જણાવ્‍યું છે કે, રાજ્‍ય સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ શરુ કરવામાં આવ્‍યું છે અને અગામી ૧ એપ્રિલથી નવા વર્ષમાં અનેક વિષયમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવાના છે.ે આ માટે વિદ્વાન કુલપતિઓને વિશ્વાસમાં લીધા હશે. સાચી વાત પણ આપની સમક્ષ ન કરવાની માનસિકતાને કારણે, કોઈએ સાચી હકીકત કહી નથી,  ડો.નિદત બારોટે જણાવ્‍યું છે કે ગુજરાતમાં આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ નાના ગામડા સુધી રહેતા હોય છે. આ બધા વિદ્યાર્થીઓ મોટું ભાડું ખર્ચી અને અનુદાનિત કોલેજોમાં જી.સી.એ.એસ. પોર્ટલ પર રજિસ્‍ટ્રેશન કરાવવા જશે. આપને ખ્‍યાલ હશે કે મોટાભાગની અનુદાનિત કોલેજોમાં અને સરકારી કોલેજોમાં કોમ્‍પ્‍યુટર પર કામ કરી વિદ્યાર્થીઓનું જી.સી.એ.એસ.માં રજિસ્‍ટ્રેશન કરાવે એવું શકય નહીં બને, કારણ કે આ કોલેજોમાં કોઇ ક્‍લાર્ક આવા કામ કરે તેવા કલાર્ર્કો ર્ેજ નથી. આચાર્યો રોજિંદુ કામ પણ માંડ કરાવી શકે છે ત્‍યારે જી.સી.એ.એસ.પોર્ટલ પર કોણ કામ કરશે એ વિચારવાની જરૂર છે. આ માટે દરેક યુનવર્સિટી કેમ્‍પસ પર ૨૫ લોકોને બેસાડી હેલ્‍પ સેંટર કરવા જોઈએ. દરેક વિદ્યાર્થી પ્રવેશ માટે ૩૦૦ રૂપિયા પોર્ટલમાં શા માટે ભરે ?? માત્ર ફોર્મ ભરી અને યાદી જેતે યુનિવર્સિટીને આપવામાં આવે તે માટે ૩૦૦ રૂપિયા નો ખર્ચ થતો જ નથી. ૩૦૦ રૂપિયા લેખે જી.સી.એ.એસ.પોર્ટલ ચલાવતી સંસ્‍થા અથવા એજન્‍સી ને ૬ કરોડ રૂપિયા મળશે. આ પોર્ટલ ના સંચાલન માટે ૬ કરોડ જેવી રકમ કેવી રીતે યોગ્‍ય કહેવાય ? જી.સી.એ.એસ. પોર્ટલ દ્વારા જ્‍યારે વિદ્યાર્થી પ્રવેશ લેશે તે કોલેજમાં અધ્‍યાપક છે કે કેમ અને ત્‍યાં શૈક્ષણિક વ્‍યવસ્‍થા શું છે, તેની વિદ્યાર્થીઓને ખબર નહીં હોય, ભરોસો સરકારના જી.સી.એ.એસ.નો અને પ્રવેશ પ્રાઇવેટ કોલેજોમાં, આ કેટલું યોગ્‍ય ??

 ડો.નિદત બારોટે જણાવ્‍યું છે કે માધ્‍યમિક શિક્ષણ બોર્ડ સપ્‍લિમેન્‍ટરી પરીક્ષા યોજે, પરિણામ આવે ત્‍યાં સુધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોય તેવું સરકારી અને પ્રતિષ્ઠિત કોલેજોમાં બનતું હોતું નથી, ત્‍યારે જી.સી.એ.એસ. પોર્ટલ વ્‍યવસ્‍થાથી સારી રીતે પોતાનું શેક્ષણિક કાર્ય કરતી કોલેજો, એમ.એસ. યુનિવર્સિટી વગેરેને ખુબ નુકશાન જશે. અવ્‍યવસ્‍થાને લીધે વિદ્યાર્થી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા મજબૂર બનશે. આપના પોર્ટલથી વ્‍યાપાર કરતી યુનિવર્સિટીઓ ખુશ થશે અને વિદ્યાર્થીઓ દુખી. બીએડ. બીપીએડ. એમ.ઇ.ડી. જેવા અનેક અભ્‍યાસક્રમોમાં દરેક યુનિવર્સિટીમાં પ્રવેશ ની વ્‍યવસ્‍થા જુદી છે. કયાંક મેરીટ તો કયાંક પ્રવેશ પરીક્ષા. આપના જી.સી.એ.એસ. પોર્ટલમાં પ્રવેશની વિધિ ઉપરના અભ્‍યાસક્રમમાં થશે તેના થી ખુબ અવ્‍યવસ્‍થા થવાની છે.  સરકારી યુનિવર્સિટીની કોલેજો આપના જી.સી.એ.એસ.પર્ટલ થી પ્રવેશની રાહમાં હશે ત્‍યારે પ્રાઇવેટ યુનિવર્સર્ીેટીઓ પ્રવેશ આપી કમાણી કરતી હશે. આમ જી.સી.એ.એસ. પોર્ટલ વિદ્યાર્થીઓના લાભાર્થે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના  પોર્ટલની પ્રવેશવાની પ્રક્રિયા ન કરવા વિચારણા કરવી જોઇએ.

(4:41 pm IST)