Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બૂધ્‍ધ પૂર્ણિમા ઉત્‍સવ

બૌધ્‍ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા સુગમ  ગૌતમ બુધ્‍ધ વિહાર ખાતે ફાલ્‍ગુન માસ બુધ્‍ધ પુર્ણિમા ઉત્‍સવ યોજાયો હતો. વંદનીય ભંતે પ્રજ્ઞારત્‍ન થેરોએ બૌધ્‍ધ ધર્મમાંફાલ્‍ગુન માસનું મહત્‍વ પરધમ્‍મદેશના આપી હતી. આ તકે અશોકભાઇ ચાવડાએ વિશ્વ લેવલે બૌધ્‍ધ ધર્મના અવશેષોના પુરાવા સાથેની માીહતી આપી હતી. તેમજ રત્‍નદીપ શાકયએ વિપશ્‍યના ધયાન કરાવ્‍યુ હતુ. કણકોટ બુધ્‍ધ વિહારના સંચાલક મોહનભાઇ રાખશીયા અને સી.જી. પડાયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન સુમેધ તથાગતએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અમુભાઇ સોલંકી, જગદીશભાઇ સોલંકી, નિલેશભા ગોહિલ, દિયા શાકય, ગૌરીબેન રાખશીયા, વિશાલ પારધી, બળદેવભાઇ વાણીયા, અંકિત વાણીયા, ચંદ્રસેન તથાગત, અમુભાઇ ચાવડા, નવનીત ઝેન, મનીષભાઇ મયાત્રા, વિનોદભાઇ મણવર, જયશ્રીબેન મણવર, કમળાબેન સોલંકી, તુષાર વાઘેલા ભરતભાઇ મકવાણા વગેરેએ જહેમત  ઉઠાવી હતી.

(4:00 pm IST)