Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સમુદ્ર તરણ સહીતની રમતો રમી હોળી - ધૂળેટીની ઉજવણી

રાજકોટઃ રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍વીમીંગ એસોસિએશન દર વર્ષે તહેવારો ઉપરતહેવારોનો પ્રકળતિની સાથે સમન્‍વય કરવા માટે અત્‍યારની યુવા પેઢીને આ એક વિચારથી અવગત થાય અને હાલની યુવા પેઢી તહેવારોને પ્રકળતિની સાથે આનંદથી માણી શકે તથા સાથે સાથે શારીરિક કસરતો પણ મળે અને માનસિક શાંતિ પણ મળે તેવા હેતુથી વર્ષ ૨૦૨૪ની હોલી તથા ધુળેટી ના તહેવાર પોરબંદર થી ૩૦ કિલોમીટર નવી બંદર નામના પ્રકળતિના વૈવિધ્‍યથી ભરપૂર ભાદરાઇ માતાજીનાં મંદિરે ઉજવણી કરી હતી. સમુદ્ર તરણ તથા કયાકિંગ, સર્ફબોર્ડ દ્વારા વોટર ર્સફિંગ જેવી દરિયાની સાહસિક રમતો રમાડવામાં આવી હતી. જેસલ પટેલ ૮ વર્ષે, ક્રીશા અકબરી ૧૦ વર્ષ, વ્‍યોમ ચન્‍યારા ૧૨ વર્ષ, પાર્થિવ પટેલ ૧૪ વર્ષ, કશ્‍યપ ચોવટીયા ૧૪ વર્ષ, સિધ્‍ધરાજ સિંહ સોલંકી ૧૭ વર્ષે, આર્યન જોશી ૧૮ વર્ષ, સહીતના બાળકો યુવાઓએ ભાગ લીધો હતો. એડવેન્‍ચર એક્‍સપર્ટ કાનજીભાઈ જુંગી પોરબંદર, મયુરભાઈ પાંજરી કસ્‍ટમ ઓફિસર પોરબંદર, અશોકસિંહ જાડેજા ગણોદ ઉપલેટા, બંકિમ જોશી સ્‍વિમિંગ કોચ રાજકોટ, જય ભાઈ ભટ્ટ સ્‍વિમિંગ કોચ રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍વીમીંગ એસોસિએશન તેમજ ક્રીડાભારતી તરફથી રાજકોટ મહાનગરના પ્રમુખ નિલેષભાઈ રાજ્‍યગુરુ વગેરે એક્‍સપોર્ટ દ્વારા સેવામા આપવા આવી હતી. કાર્યક્રમમાં નવી બંદર ખારવા સમાજના પ્રમુખ તેમજ નવી બંદર સરપંચ સુમિતભાઈ તથા ભાદરઆઈ માતાજી મંદિરના મેનેજર અશોકભાઈ વગેરેનો સહયોગ મળેલ હતો.

(4:00 pm IST)