Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કારખાનામાંથી બંગડીઓના ૩૦૨ બોક્‍સની ચોરીનો ભેદ થોરાળા પોલીસે ઉકેલ્‍યોઃ બે પકડાયા

ચોરાઉ બંગડીઓ સસ્‍તામાં વેંચવા નીકળ્‍યા અને ટ્રેકટર ચોકમાંથી ઝપટે ચડી ગયા :મયુરનગરના પાર્થ ચૌહાણ અને મોરબી રોડના શની સોનારાને ૬૫ હજારની બંગડીઓ અને રિક્ષા સાથે પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમે દબોચ્‍યા :એએસઆઇ હીતેન્‍દ્રસિંહ ઝાલા તથા કોન્‍સ. સંજયભાઇ, પ્રકાશભાઇની બાતમી

રાજકોટ તા. ૨૮ : થોરાળા વિસ્‍તારમાં આવેલા બંગડીના કારખાનામાં થયેલી રૂા. ૬૫ હજારની બંગડીઓના ૩૦૨ બોકસની ચોરીનો થોરાળા પોલીસે ભેદ ઉકેલી બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થોરાળામાં ટ્રેકટર ચોક પાસે એક રીક્ષામાં બે શખ્‍સો ચોરાઉ બંગડીઓ વેચવા નિકળ્‍યા હોવાની બાતમી થોરાળા પોલીસના એ.એસ.આઇ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડા સહિતે સ્‍ટાફ સાથે દરોડો પાડી ટ્રેકટર ચોક પાસેથી પાર્થ સુરેશભાઇ ચૌહાણ (ઉ.૨૬) (રહે. રાવણ ચોકની બાજુમાં, મયુરનગર મેઇન રોડ) અને સની મવજીભાઇ સોનારા (ઉ.વ.૨૧) (રહે. સ્‍વસ્‍તિક વીલા શેરી નં. ૧, મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે)ને ચોરાઉ બંગડીનો જથ્‍થો ભરેલી રીક્ષા સાથે પકડી લઇ પોલીસે રૂા. ૬૫૨૨૦ની કિંમતની ચોરાઉ બંગડીના ૩૦૨ બોકસ તથા જીજે૩સીટી-૩૫૦૦ નંબરની રીક્ષા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, જે.એમ.પરમાર, એ.એસ.આઇ. એચ.એમ.ઝાલા, આર.એસ.મેર, હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામા, વિમલભાઇ ધાણજા, કોન્‍સ. સંજયભાઇ અલગોતર તથા પ્રકાશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

(4:54 pm IST)