Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બાળ રોજેદારની બંદગી

રાજકોટઃ હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્‍યારે મુસ્‍લિમ સમાજના નાના-મોટા સૌ કોઇ રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે. ત્‍યારે રાજકોટ મુસ્‍લિમ સમાજના યુવા અગ્રણી અકરમભાઇ ગગનાનીના પુત્ર અલીહૈદર ગગનાનીએ પણ અઢી વર્ષની ઉંમરે પ્રથમ રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી. અલીહૈદરે ગઇ કાલે સૌપ્રથમ રોઝુ રાખી ખુદાની ઇબાદત કરી દેશમાં ભાઇચારો અને અમન જળવાઇ રહે તે માટે દુઆઓ કરી હતી.

(3:38 pm IST)