Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

છ વર્ષ પૂર્વે હિટ એન્‍ડ રન કેસમાં કાર ચાલક આરોપીને ૬ માસની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ૨૮ : શહેરની ભાગોળે આવેલા મોરબી રોડ પર બેડી ગામે આશરે છ વર્ષ પૂર્વે  હિટ એન્‍ડ રનના કેસમાં લેવા પટેલ સમાજના મોભીનું  મુત્‍યુ નીપજાવવના ગુનામાં  કાર ચાલક આરોપીને છ મહિનાની સજા  અદાલતે ફટકારી છે.

શહેરના મોરબી રોડ બેડી ગામે   ગાત્રાળ ચા ની હોટલ પાસે  પટેલ સમાજ ના અગ્રણી  ભીમજીભાઈ રણછોડભાઈ પરસાણા અને  મિત્ર અશોકભાઈ પરસાણા તા. ૨૫-૦૬-૨૦૧૮ ના રોજ ચા પીતા હતા ત્‍યારે મોરબી તરફથી  પુર ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા  કાર  હોટલ  પાસે બેઠેલા ભીમજીભાઇને હડફેટે લેતા   માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજયુ હતું. ચાલક  કાર મૂકીને નાસી ગયો હતો. 

ગુજરનારના ભાઈ રવજીભાઈએ કાર ચાલક વિરૂદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન માં ફરિયાદ આપેલી અને પોલીસ  ઉમેશ ધનજીભાઈ ડુબેરીયા  અટક કરેલી અને પૂરતા પુરાવાના આધારે પોલીસ દ્વાર ચાર્જસીટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. સદરહુ કેસ કોર્ટમાં ચાલતા  કોર્ટ દ્વારા સૌ પ્રથમ આરોપી વિરૂદ્ધ  ચાર્જ ફ્રેમ કરી અને ફરિયાદ પક્ષના સાહેદો ને જુબાની માટે સમન્‍સ કરવામાં આવેલુ જેમાં ગુજરનારના  પુત્ર, પત્‍ની અને  ફરિયાદી ,  પીએમ કરનાર ડોક્‍ટર , ગાત્રાળ હોટલના માલિક તથા ગુજરનાર મિત્ર  સહિત સાહેદો, તપાસ કરનાર પોલીસ અમલદાર ને તપાસવામાં આવેલા જેમાં મુખ્‍યત્‍વે બનાવ ને નજરે જોનાર સાહેદો દ્વારા જે બનાવ બનેલો અને કાર પૂર ઝડપે આવેલ તેવું  કોર્ટમાં જણાવેલ  પુરાવો પૂર્ણ થતા મૂળ ફરિયાદીના એડવોકેટ  નિતેશભાઈ કથીરિયાદ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે કાર બેફિકરાય થી  ચલાવી અને  ભીમજીભાઈ ને હડફેટે લેતા મૃત્‍યુ થયેલુંની લેખિત રજૂઆત કરેલી તેમજ  દલીલના સમર્થનમા   સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી આરોપીઓને સજા કરવા  કોટમાં રજૂઆત કરી હતી.બંને પક્ષોની રજૂઆત બાદ  સરકારી પક્ષના વકીલ દલીલ અને મૂળ ફરિયાદીના એડવોકેટના  લેખિત પુરાવા ધ્‍યાને લઈ  એડિશનલ ચીફ જુડી. મેજિસ્‍ટ્રેટ  મી.દામીની દીક્ષિત  દ્વારા  આરોપી ઉમેશ ધનજીભાઈ ડુબેરીયા ને છ માસની સજા તથા ૩૦૦૦ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસ ની સજા કરવાનો હુકમ કરેલો છે.

 આ કામમાં સરકારી વકીલ  ડી.કે.શ્રીમાળી તથા મૂળ ફરિયાદી વતી એડવોકેટ નિતેશભાઈ કથીરીયા રોકાયેલ હતા.

(2:53 pm IST)