Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

શિક્ષણ અને ભોજન બરાબર છે ને ? : બાળકો સાથે સ્‍વપ્‍નિલ ખેરની વાતચીત

શિક્ષણ સમિતિની શાળાઓમાં ડે.કમિશનરની ઓંચીતી મુલાકાત

રાજકોટ,તા.૨૮ : આજ તા.૨૮-૦૩-૨૦૨૪ના રોજ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિનોબા ભાવે શાળા નં.૯૩, રવીન્‍દ્રનાથ ટાગોર શાળા નં.૬૪બી, પ્રાણનાથજી શાળાનં.૮૫ અને શાળા નં.૮૭ની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્‍યાન નાયબ મ્‍યુનિસિપલ કમિશનરે વર્ગખંડમાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ કાર્ય, બાળકોને આપવામાં આવતું મધ્‍યાホ ભોજન, નવા ક્‍લાસરૂમનું બાંધકામ, Nio computer lab, જ્ઞાનકુંજ સ્‍માર્ટ કલાસ દ્વારા બાળકોને અપાતું શિક્ષણ વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું.

ઉપરોકત શાળાની મુલાકાત દરમ્‍યાન નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી સ્‍વપિ્નલ ખરે સાથે નગર -પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીશ્રી કિરીટસિંહ પરમાર, લગત શાળાના સી.આર.સી. તથા આચાર્યશ્રી ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:51 pm IST)