Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભારતની ૮૦ ટકા સમસ્‍યા ખરાબ કાનૂન, પોલીસ વ્‍યવસ્‍થા, જયુડિશિયલ સિસ્‍ટમને લીધે છે : અશ્વિની ઉપાધ્‍યાય

ભારતમાં મદરેસા, મિશનરી સ્‍કૂલ બંધ થવા જોઇએ : વન નેશન વન સિલેબસ અને વન નેશન વન એજયુકેશન બોર્ડ હોવા જોઇએ : ચૂંટણી લડનાર ગુનાહિત ઉમેદવારે પોતે ગુનેગાર છે તેવી જાહેરાત આપવી પડશે તે પણ ઉપાધ્‍યાયજીની પીઆઇએલ પરથીજ નક્કી કરવામાં આવેલો કાયદો છે ! : ભારતમાં ૯ રાજયોમાં, ૨૦૦ જિલ્લાઓમાં, ૩૦૦ તાલુકાઓમાં હિન્‍દુઓ ખતમ થઈ ગયા છે તેની સામે અવાજ ઉઠાવ્‍યો : આદમી પાર્ટીના સ્‍થાપક સભ્‍યોમાંના અશ્વિની ઉપાધ્‍યાય એક હતા : તેઓએ આમ આદમી પાર્ટીનું બંધારણ લખ્‍યું હતું : સુપ્રીમ કોર્ટના વકીલ અને પીઆઇએલ મેન ઓફ ઇન્‍ડિયાની અકિલા સાથે ખાસ વાતચીત : અશ્વિનીજીએ ૧૬૪ થી વધુ જાહેર હિતની અરજીઓ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં દાખલ કરી તેનો અમલ કરાવી અને ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે અવાજ ઉઠાવ્‍યો છે. ૧૨૫ પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં અને ૩૫ થી વધુ પીઆઈએલ હાઇકોર્ટમાં કરી છે. : ૫ વર્ષના ગાળામાં ૫૦ થી વધુ પીઆઈએલ દાખલ કરવાની તેમની અનન્‍ય વિશિષ્ટતા રહી છે. : પીઆઇએલ પરથી ૨૫ થી વધુ કાયદાઓ સરકારે બનાવ્‍યા છે અને લગભગ ૧૫૦૦ અંગ્રેજી કાયદાઓ રદ કરી દેવામાં આવ્‍યા છે. : પીઆઇએલની અસરથી અત્‍યાર સુધીમાં લગભગ ૨.૫ લાખ એનજીઓ નું લાયસન્‍સ કેન્‍સલ થઈ ચૂક્‍યું છે. : એક પીઆઇએલ મુજબ એમપી અને એમએલએ સામે ચાલતા કેસનો એકજ વર્ષમાં નીકાલ કરવામાં આવે જેની અસર રૂપે અત્‍યાર સુધીમાં ૪૦૦ સાંસદો અને વિધાયકોને સજા થઇ ચૂકી છે : જે હવે ચૂંટણી લડી શકશે નહીં : જસ્‍ટિસ અધિનિયમ ભારતમાં લાગુ કરવામાં આવે અને એજયુકેશન સિસ્‍ટમ બદલી નાખવામાં આવે તો ભારત ખુશહાલ, સફળ, સમૃદ્ધ અને આત્‍મનિર્ભર પણ થઈ જશે.

રાજકોટ, તા.૨૮ : ભારતીય બંધારણમાં રહેલી કલમ ૩૭૦ ની ભલામણ, રૂ. ૨૦૦૦ ની નોટને રદ્દ કરવાની ચેલેન્‍જ, ત્રીપલ તલાક, લોકાયુક્‍ત માટે રાજય સ્‍તરની નિમણૂક, ચૂંટણી પ્રક્રિયાઓ, ધર્માંતરણ, રાજકિય ઉમેદવારોની ગુનાહિત પ્રવૃત્તિઓની વિગતો ફાઇલ ન કરતા પક્ષોની નોંધણી રદ કરવા વગેરે સહિતની અત્‍યાર સુધીમાં ૧૬૪ થી વધુ જાહેર હિતની અરજીઓ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં દાખલ કરી તેનો અમલ કરાવનાર અને ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે અવાજ ઉઠાવનાર ભારતની સર્વોચ્‍ચ અદાલતના ખુબજ જાણીતા વકીલ તેમજ ભારતીય જનતા પાર્ટી દિલ્‍હી એકમના નેતા અને ‘PIL (પીઆઇએલ) મેન ઓફ ઇન્‍ડિયા' તરીકે નામના મેળવનાર શ્રી અશ્વિની કુમાર ઉપાધ્‍યાયએ તેમના સોમનાથ અને દ્વારકા પ્રવાસ પછી રાજકોટમાં કરેલા ટુંકા રોકાણ દરમિયાન એક માત્ર ‘અકિલા'ને એક્‍સક્‍લુઝીવ ઇન્‍ટરવ્‍યુ આપ્‍યો હતો.

પબ્‍લિક ઇન્‍ટરેસ્‍ટ લિટીગેશન (PIL) એટલે કે જાહેર હિતની અરજીને વિવિધ મુદ્દાઓ પર નિયમિતપણે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા માટે અશ્વિની કુમાર ઉપાધ્‍યાય જાણીતા છે. તેમને પીઆઈએલ મેન ઓફ ઈન્‍ડિયા કહેવામાં આવે છે અને ૫ વર્ષના ગાળામાં ૫૦ થી વધુ પીઆઈએલ દાખલ કરવાની તેમની અનન્‍ય વિશિષ્ટતા રહી છે. તેઓએ ૧૨૫ પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં અને ૩૫ થી વધુ પીઆઈએલ હાઇકોર્ટમાં કરી છે. આ પીઆઈએલ કરવાનો વિચાર કઇ રીતે આવ્‍યો? અશ્વિનીજીએ જણાવ્‍યું હતું કે, ભારતની ૮૦ ટકા સમસ્‍યાઓ નું મૂળ ખરાબ કાયદાઓ, ખરાબ નિયમો અને ખરાબ પ્રશાસન વ્‍યવસ્‍થા છે.  નિયમો, કાયદાઓ અને પ્રશાસન વ્‍યવસ્‍થા લોકસભા અને રાજયસભા માંથી બદલી શકાય છે અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા બદલી શકાય છે.  પાર્લામેન્‍ટમાં હું પહોંચી શકીશ કે નહીં તે મને ખ્‍યાલ નથી એટલે મેં સુપ્રીમ કોર્ટ નો રસ્‍તો પસંદ કર્યો. પીઆઈએલમાં વસ્‍તુઓ તમારે આપવાની હોય છે. (૧) અત્‍યારે પ્રોબ્‍લેમ શું ચાલી રહ્યો છે (૨) તેનો ઉદ્દેશ શું છે અને (૩)તેનો ઉકેલ શું હોઈ શકે? એટલે અમે એજ કામ શરૂ કર્યું. પીઆઇએલ માં દરેકમાં પ્રોબ્‍લેમ દર્શાવ્‍યો તેનો રૂટકાજ દર્શાવ્‍યો અને તેનો ઉકેલ પણ દર્શાવ્‍યો. જેના પરથી અત્‍યાર સુધીમાં ૨૫ થી વધુ કાયદાઓ સરકારે  બનાવ્‍યા છે. મેં દાખલ કરેલી પીઆઇએલ પછી લગભગ ૧૫૦૦ અંગ્રેજી કાયદાઓ રદ કરી દેવામાં આવ્‍યા છે. કેટલીએ એવી મેટર છે કે જે પબ્‍લિક ડિબેટ માં આવી ચૂકી છે. ભારતમાં ૯ રાજયોમાં, ૨૦૦ જિલ્લાઓમાં, ૩૦૦ તાલુકાઓમાં હિન્‍દુઓ ખતમ થઈ ગયા છે. તો શા માટે ખતમ થઈ ગયા?  ભવિષ્‍યમાં આવું ન થાય તેનો ઉપાય શું છે? આવા વિવિધ મુદ્દાઓ જે ભારતની સંસ્‍કૃતિ માટે ખતરો છે, આપણી સભ્‍યતા માટે ખતરો છે તેને લઇ મેં પીઆઇએલ દાખલ કરી છે. કેટલાક મેટર એવા છે જે પાંચ ન્‍યાયાધીશોની બેન્‍ચને રીફર કરવામાં આવ્‍યા છે. જેમ કે મેં ચાર લગ્ન ની મેટર ને ચેલેન્‍જ કરી છે જે આ પાંચ ન્‍યાયાધીશોની બેન્‍ચ સામે મૂકાઇ છે. હલાલા ને પણ મેં ચેલેન્‍જ કર્યું છે જે આ પાંચ જજોની સામે છે. સંખ્‍યા નિયંત્રણ નો મામલો ત્રણ ન્‍યાયાધીશો સામે પડેલો છે. ધર્માંતરણ નું મેટર પણ ત્રણ ન્‍યાયાધીશો નીચે ચાલી રહ્યું છે. ભારતમાં એન.આર.સી (નેશનલ રજીસ્‍ટર ઓફ સીટીઝન) મેટર પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યું છે. એજ રીતે એનજીઓના ફંડીગનું મેટર હાઈકોર્ટમાં ચાલી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અત્‍યાર સુધીમાં લગભગ ૨.૫ લાખ એનજીઓ નું લાયસન્‍સ કેન્‍સલ થઈ ચૂક્‍યું છે. આ બધી મેં દાખલ કરેલ પીઆઇએલ ની અસર છે. એક પીઆઇએલ દાખલ કરેલી તે મુજબ એમપી અને એમએલએ સામે ચાલતા કેસનો એકજ વર્ષમાં નીકાલ કરવામાં આવે જેની અસરના ભાગ રૂપે અત્‍યાર સુધીમાં ૪૦૦ સાંસદો અને વિધાય કોને સજા થઇ ચૂકી છે. જે હવે ચૂંટણી લડી શકશે નહીં. ૨૦૧૮ માં અમલમાં આવેલી એમએલે એમપી કોર્ટ દ્વારા મોટા મોટા માફિયાઓને પણ સજા થઇ છે. યુપીના એક મોટા માફિયા મુખ્‍તાર અંસારી-અફઝલ અંસારી ને પણ સજા થઇ. લાલબાગમાં માફિયા ડોન હતો આતીક મહેમદ તેનો ભાઇ અસરફ અહેમદ ને પણ સજા થઇ. આઝમખાન નામના માફિયાને પણ થઇ છે.

 અશ્વિની ઉપાધ્‍યાયજીનું કહેવું હતું કે, એક એવી પણ પીઆઇએલ છે જેમાં કોઇ ઉમેદવારે કોઇ પણ ગુનો કર્યો હોય તે ચૂંટણી લડી ન શકે. જે હાલ કોર્ટમાં ચાલી રહી છે. એટલુંજ નહીં તાજેતરમાં ચૂંટણી કમીશને જાહેર કર્યું કે જે કોઇ ગુનાહિત ઉમેદવાર હોય જેની સામે કેસ ચાલી રહ્યા હોય તેણે સમાચારપત્રોમાં પોતે ગુનેગાર છે તેવી જાહેરાત આપવી પડશે તે પણ ઉપાધ્‍યાયજીની પીઆઇએલ પરથીજ નક્કી કરવામાં આવેલો કાયદો છે.!

અણ્‍ણા હજારે ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં જોડાવા આપે નોકરી છોડી હતી? અશ્વિનીજીએ જણાવ્‍યું કે, હું મારૂતિમાં ઈલેક્‍ટ્રિકલ એન્‍જિનિયર હતો મેં અભ્‍યાસ પણ ઇલેક્‍ટ્રિકલ એન્‍જિનિયરિંગ જ કર્યો છે. મારૂતિ માં હું જાપાનીઓ સાથે કામ કરતો. તેઓની ખૂબ જ સુંદર સિસ્‍ટમ છે કે તેઓ દરેક સમસ્‍યાઓના મૂળને શોધે છે. કોઈ સમસ્‍યા આવે તેમાં ‘વાય'(શા માટે?) લગાવે અને તેને વાય એનાલિસિસ પણ કહે છે. જેમકે કોઈપણ સ્‍કીમ લોકો સુધી પહોંચી નહીં શા માટે? દરેક વખતે વાય એટલે કે શા માટે લગાડી ઉત્તર મેળવે છે અને જે પાંચમા પ્રશ્ન નો ઉત્તર આવે તેના ઉપર કામ કરે છે. ત્‍યારે વર્તમાન પત્રોમાં જે પ્રશ્નો આવતા એનું એનાલિસિસ કરવાનું મેં જાપાની પદ્ધતિથી શરૂ કર્યું. ત્‍યારે મને થયું કે ભારતમાં જે પ્રશ્નો છે તે અન્‍ય દેશોમાં શા માટે નથી? ભારતની ૮૦ ટકા સમસ્‍યા ખરાબ કાનૂન, ખરાબ પોલીસ વ્‍યવસ્‍થા, ખરાબ જયુડિશિયલ સિસ્‍ટમને લીધે છે. હવે આને બદલવી કઈ રીતે? તેના બે જ સ્‍થાનો છે. એક તો સંસદ અને બીજું સુપ્રીમ કોર્ટ. એટલે નોકરી છોડી અને સુપ્રીમ કોર્ટનો રસ્‍તો મેં પકડ્‍યો.

તમે ટ્‍વીટર પર લખ્‍યું છે કે, ચાલો એક સંયુક્‍ત, સંકલિત અને વિક્‍સીત ભારત બનાવીએ. તો આ કઇ રીતે બનશે? અશ્વિની ઉપાધ્‍યાયજીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર ખતમ કરી નાખો એ એનો રસ્‍તો છે. જસ્‍ટિસ અધિનિયમ ભારતમાં લાગુ કરવામાં આવે અને એજયુકેશન સિસ્‍ટમ બદલી નાખવામાં આવે તો ભારત  ખુશહાલ, સફળ, સમૃદ્ધ અને આત્‍મનિર્ભર પણ થઈ જશે. ભારતીય ને બીજું કંઈ જ કરવાની જરૂર નથી. અહીંના લોકો પાસે ભરપૂર બુદ્ધિમત્તા છે. જો ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ થાય તો જીડીપી વધી જશે. ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ કરવા માટેના બે જ રસ્‍તા છે. શિક્ષણ વ્‍યવસ્‍થા જ એવી હોય વ્‍યક્‍તિ અંદરથી જ ઈમાનદાર હોય અને ન્‍યાયિક વ્‍યવસ્‍થા એવી હોય કે વ્‍યક્‍તિ અપરાધ કરતા પહેલા અનેકવાર વિચારે. અપરાધનો એવો દંડ હોવો જોઈએ કે તેનો આત્‍મા ધ્રુજી ઉઠે. આપણા શિક્ષણમાં સંસ્‍કાર નથી અને આપણા કાનૂનમાં ભય નથી. કાનુન નો ડર ત્‍યારે જ હોય જયારે અપરાધીને ચાર-છ મહિનામાં આકરો દંડ મળી જાય. આપણા દેશમાં આ ભય જ નથી. કોઈપણ કાંઈ પણ કરતા ડરતા નથી. ડરતા એટલા માટે નથી કારણ કે આકરી સજા નથી. જેમ બીમારી શરૂ થાય તેને મટાડવા દવા દેવામાં આવે તેમ ભ્રષ્ટાચારની બીમારી મટાડવા કાયદો કામ કરે છે. હવે જો ભ્રષ્ટાચાર, અરાજકતા, અપરાધ, અવૈધ નિર્માણ, નકસલવાદ ખતમ થતા નથી એનો મતલબ એમ કે દવા માં ગડબડ એટલે કે  કાયદામાં ગડબડ છે. આ સિસ્‍ટમમાં સુધાર માટે હું એકલો કહું ત્‍યાં સુધી કોઈ જ ફરક પડવાનો નથી. પરંતુ જે હું કહું છું તેમાં સમાજ જોડાઈ તો સુધાર ચોક્કસ આવશે. લોકોના મગજમાં એમ છે કે બીમારી ડોક્‍ટર ઠીક કરે છે હકીકતમાં બીમારી દવા ઠીક કરે છે.

 જનલોકપાલ ચળવળ બાદ નવેમ્‍બર ૨૦૧૨ માં નવી શરૂ થયેલી આમ આદમી પાર્ટીના સ્‍થાપક સભ્‍યોમાંના શ્રી અશ્વિની ઉપાધ્‍યાય એક હતા. તેઓ કહે છે, પહેલા ૫૦ લોકોનું જે લિસ્‍ટ બનેલું આમ આદમી પાર્ટીનું હું એમાંનો એક હતો. આમ આદમી પાર્ટીનું બંધારણ મેં લખ્‍યું હતું. જયારે કોઈપણ ચૂંટણીમાં માનવ આચાર સંહિતા લાગે ત્‍યારે દરેક રાજકીય પાર્ટી કમિશન માટે અધિકૃત અધીકારી નીમે છે. ત્‍યારબાદ પાર્ટી વતી જાહેર ખબર હોય કે પોસ્‍ટર હોય દરેક વસ્‍તુ માટે ઇલેક્‍શન કમિશન સાથે તે સંપર્કમાં રહે છે અને કામ કરે છે. આપ પાર્ટી ની ચૂંટણી ૨૦૧૩ માં થયેલી ત્‍યારે હું તેનો અધિકૃત અધિકારી હતો.

એપ્રિલ ૨૦૧૪માં, ઉપાધ્‍યાયજીએ કેજરીવાલ પર ‘વાસ્‍તવિક મુદ્દાઓ'થી હટી જવાનો અને કોંગ્રેસ પક્ષ સાથે ગુપ્ત ગઠબંધન બનાવવાનો આરોપ મૂક્‍યો હતો જયારે તેઓ જાહેરમાં તેમની હરીફ હોવાનું દર્શાવતા હતા. સાથે વિધાનસભામાં કેજરીવાલની ઓછી હાજરી સામે પીઆઇએલ પણ દાખલ કરેલી. શ્રી ઉપાધ્‍યાયજીનું કહેવું છે કે, આપ છોડવાનું કારણ કે પાર્ટી પ્રમુખ ખોટું બહુ બોલતા. આજે લોકો જે જોઇ રહ્યા છે એ અમે ૨૦૧૩ માં જોઇ લીધુ હતું. આજનુ જે કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે એ અમને ૨૦૧૩ માં સમજમાં આવી ગયું હતું. પહેલા વિધાનસભામાં ટાઈઅપ કર્યું, લોકસભામાં પણ એટલા માટે ટાઇઅપ કર્યું હતું કે કોંગ્રેસનું માનવું હતું કે, શહેરી વિસ્‍તારમાં જે એન્‍ટી કોંગ્રેસ વાળા વોટ છે બીજેપી ને ન જાય આપ પાર્ટીને ચાલ્‍યા જાય એટલા માટે ૨૦૧૪ ના ઇલેક્‍શન માં તેણે ૪૦૦ ઉમેદવારો આપના ઊભા કર્યા હતા. એ સમયે મેં કહેલું કે તમે ખોટા હાથોમાં સોંપી રહ્યા છો.

અશ્વિની ઉપાધ્‍યાય આર્ટીકલ ૩૭૦ પીઆઇએલ ને અત્‍યાર સુધીની ની સૌથી મજબૂત પીઆઇએલ માંની એક ગણે છે. તેઓ કહે છે, આર્ટિકલ ૩૭૦ ને અમે ચેલેન્‍જ કરી હતી. કેટલીક એવી પણ પીટીશન છે જેના વિશે લોકોને જરા પણ ખ્‍યાલ નથી. બીજા સમુદાયમાં યુવકની લગ્નની ઉંમર ૨૧ વર્ષ જયારે યુવતિઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષ નક્કી હતી. એ વખતે ભારતમાં મુસ્‍લિમ સમુદાયમાં યુવતીઓની લગ્નની ઉંમર નવ વર્ષ ચાલી રહી હતી. જયારે મેં પીઆઈએલ ફાઈલ કરી ત્‍યારે કોર્ટે સરકારને નોટિસ ઇશ્‍યુ કરી. સરકારે જયા જેટલી કમિટી બનાવી તેનો રિપોર્ટ સોંપવામાં આવ્‍યો. એ પછી સરકારે બિલ રજુ કર્યું જેમાં યુવક યુવતીની લગ્નની ઉંમર એક સમાન હોવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્‍યું. આ પીઆઇએલ થી બધાની આંખો ઉઘડી. મારી એક બીજી આવી જ  મજબૂત પીઆઈએલ હું જેને ગણું છું તે ૯ રાજયોમાં, ૨૦૦ જિલ્લાઓમાં અને ૩૦૦ તાલુકાઓમાં હિન્‍દુઓ ખતમ થઈ ગયા છે. તેમાં સામાન્‍ય લોકો પણ ચોકી ઉઠ્‍યા હતા. સરકાર પણ એકદમ એલર્ટ મોડમાં આવી હતી.

ચૂંટણી લડવા ઇચ્‍છો છો? અશ્વિનીજી નું કહેવું હતું કે, ના.. જો હું ચૂંટણી લડીશ તો હું એક વિસ્‍તાર પૂરતો સીમિત થઈ જઈશ. હું એ કરવા નથી ઈચ્‍છતો. ગયા વર્ષે ૧૧૫ જિલ્લાઓ ફર્યો માત્ર ને માત્ર લોક જાગરણ માટે. આ વર્ષે પણ સમગ્ર ભારતમાં અત્‍યાર સુધીમાં મારા ૩૦ કાર્યક્રમો થઈ ચૂક્‍યા છે. આગામી કાર્યક્રમો અરૂણાચલ, ગૌહાટી, હૈદરાબાદ, વારંગલ, કલકત્તા, મુર્શિદાબાદ, બટાલા, ભટીંડા, અમૃતસર નક્કી થઇ ગયા છે. હું ક્‍યારેય રજા રાખતો નથી.

અશ્વિનીજીની જે પીઆઇએલ પેન્‍ડીંગ છે તેમાં જે લોકો દોષિત છે તેના પર હાલ છ વર્ષનો પ્રતિબંધ છે તેને બદલે આજીવન ચૂંટણી લડવાનો પ્રતિબંધ હોવો જોઇએ. ઉપરાંત દોષિત હોય તે પાર્ટી પણ ન બનાવી શકે તેવો પ્રતિબંધ હોવો જોઇએ. આવી અનેક પીઆઈએલ દાખલ કરી હોવાથી અનેકવાર અશ્વિનીજીને ધમકીઓ પણ મળી છે. જે વિદેશી કુનીતિઓ છે જેમ કે ત્રીપલ તલાક, હલાલા, મુતાહ વગેરેને કોર્ટમાં ચેલેન્‍જ કર્યા છે. યુસીસીઆઇ પણ અશ્વિનીજીએ કરેલ પીઆઇએલ જ છે. તેઓ કહે છે ભારતમાં મદરેસા, મિશનરી સ્‍કૂલ બંધ થવા જોઇએ. વન નેશન વન સિલેબસ અને વન નેશન વન એજયુકેશન બોર્ડ હોવા જોઇએ. સ્‍કૂલોમાં સંસ્‍કૃત ફરજિયાત હોવું જોઇએ, વેદ - ગીતા અને રામાયણ ફરજિયાત કરવામાં આવે. ઘુસણખોરી રોકવામાં આવે. ધર્માંતરણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે એટલે નેશનલ સીક્‍યુરીટી એક્‍ટ લગાવવો જોઇએ. દેશની એકતા-અખંડિતતા માટે ધર્માંતરણ ખતરો છે. મુઘલ, અંગ્રેજો પણ ધર્માંતરણ કરવા જ આવ્‍યા હતા. આ ભારત વિરૂધ્‍ધ યુધ્‍ધ છે. જેમાં આજીન કારાવાસનું પ્રાવધાન આપણા કાયદામાં છે પણ તેની કલમ લાગતી નથી. એવી પણ માંગ કરી હતી કે ધર્માંતરણ એક દેશદ્રોહ છે. ભારતના ધર્મને વિદેશી ધર્મમાં પરિવર્તિત કરવો તે દેશદ્રોહ હોવો જોઇએ. ધર્માંતરણ બાબતે યુપીમાં તો એન.એ.સી લાગી પણ રહી છે. એન.એ.સી. લાગે તેને એક વર્ષ સુધી જામીન મળતા નથી.

 માત્ર ૫ વર્ષના ગાળામાં ૫૦ થી વધુ પીઆઈએલ સહિત ૧૬૪ થી વધુ પીઆઇએલ દાખલ કરનાર શ્રી અશ્વિની ઉપાધ્‍યાય કહે છે કે, મારૂ એ માનવું છે કે દરેકે દલ ગુલામી છોડી દેવા જોઇએ. રાષ્ટ્ર વિશે ચિંતન કરવું જોઇએ. સનાતન સંસ્‍કૃતિ વિશે ચિંતન કરવું જોઇએ. ગુલામીની વસ્‍તુઓ સામે દરેકે અવાજ ઉઠાવવો જોઇએ. ગુલામીનું નામ બદલો, ગુલામીનું નિશાન બદલવા જોઇએ. અમદાવાદ-મુર્શીદાબાદ-જૌનપુર વગેરે નામ બદલવા જોઇએ. એટલેકે ગુલામીના નામો નિશાન પણ રહેવા ન જોઇએ. ગુલામીની શિક્ષા વ્‍યવસ્‍થા પણ બદલવી જોઇએ. ગુલામીની કુરીતીઓ દુર થવી જોઇએ.  ગુલામીની ન્‍યાયિક વ્‍યવસ્‍થા પણ બદલવી જોઇએ. ગુલામીની ટેક્‍સ સીસ્‍ટમ પણ બદલવી જોઇએ. આવનારા દિવસોમાં દાખલ કરવાની પીઆઇએલના મુદાઓ તૈયાર છે. હજુ પણ દેશ માટે પીઆઇએલ દાખલ કરતો જ રહીશ. આગામી એપ્રીલમાં રાજકોટ ખાતે તેઓ કાયદાકિય બાબતો વિશે અને તેની વિસંગતતાઓ વિશે ચર્ચા કરવા આવવાના છે. અકિલા સાથે ની આ વાતચીત દરમિયાન રાષ્ટ્રવંદના મંચના અશોકભાઇ લોકવાણી, સંઘના (લક્ષ્મીનગર)બૌદ્ધિક પ્રમુખ અશ્વિનભાઇ જીવાણી, સામાજિક કાર્યકર્તા નંદલાલભાઇ માંડવિયા અને ધર્મજાગરણ મંચના બીજલભાઇ ટારિયા ઉપસ્‍થિત રહ્યા હતા.

સંવિધાનમાં બદલાવ માટે અબકી બાર

૪૦૦ પાર જરૂરી

અશ્વિની કુમાર ઉપાધ્‍યાયજીએ ૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીના સદસ્‍ય બન્‍યા હતા. તેઓ કહે છે, આમ આદમી પાર્ટી ની રાજનીતિ મને સમજાઇ ગઇ હતી. સમગ્ર દેશને સમજાઇ ગઇ હતી. મોદીજી જેવા યોગ્‍ય નેતાને જોઇ બીજેપી માં જોડાયા. નરેન્‍દ્રભાઇ મોદીના મિશનનું વિઝન ખુબજ સ્‍પષ્ટ છે. તેઓ દુરંદેશી છે. ખુબ સુધી તેઓ વિચારે છે. પ્‍લાન કરીને ચાલે છે. કેટલીકવાર આપણને એમ થાય કે તેઓ કશુજ કરતા નથી પણ તેઓ કંઇ ને કંઇ કરીજ રહ્યા હોય છે. તેઓની કામ કરવાની રીત અલગ છે. આપણને લાગે કે આ બીમારીનો આ રીતે ઇલાજ થવો જઇએ જયારે મોદીજીને બીમારી નો ખ્‍યાલ હોય છે પણ તેનો ઇલાજ બીજી રીતે તેઓ કરે છે. અશ્વિનીજી કહે છે, આ વખતે ‘અબ કી બાર ૪૦૦ પાર' નું જે સ્‍લોગન છે એ બીજેપી માં ૨૦૨૪ નું છે પણ મેં એ સૂત્ર ૨૦૨૩ માં આપેલું. મેં ટ્‍વીટરમાં ૨૦૨૩ માંજ એ લખેલું છે. આ વખતે ૪૦૦ પાર થશેજ. જો આપણે ૪૦૦ પાર નહીં કરાવીએ તો આપણે જે ઇચ્‍છીએ છીએ તે થઇ શકશે નહીં. ધર્માંતરણ રોકવા આર્ટીકલ ૨૫ માં બદલાવ કરવો પડશે. તેમાં પ્રોપોગેટ શબ્‍દને દુર કરવો પડશે. જે ફંડામેન્‍ટલ અધિકાર હોય તેના માટે સાંસદમાં બે તૃંતિયાશ બોડી જોઇએ. રાજયસભામાં સીંગલ મેજોરીટી નથી. બીજો વિકલ્‍પ છે કે જો બંને ગૃહોના જોઇન્‍ટ શેશન બોલાવે તો બે તૃંતિયાશ બહુમતિ મેળવો તેના માટે ૫૨૧ સદસ્‍યો જોઇએ. ૫૨૧ માંથી રાજયસભાના ૧૧૭ સદસ્‍યો બાદ કરતા એનડીએને ૪૦૪ મળે. એટલે અમે સૂત્ર ૨૦૨૩ માં આપેલું કે ધર્માંતરણ રોકવા અબકી બાર ૪૦૦ પાર. સંવિધાનમાં કેટલોક બદલાવ કરવો પડશે. ભારતમાં યુનિફોર્મ એજયુકેશન લાગુ થાય તે માટે, માઇનોરીટી ખતમ કરવા, ગેરકાયદે પ્રવેશ રોકવા જેવા અનેક મુદાઓ માટે સંવિધાનમાં બદલાવ જરૂરી છે. જે માટે ૪૦૦ પાર જરૂરી છે. 

 અમારે તમારી પીઆઇએલ માટે નવી કોર્ટ અને મંત્રાલય ઉભા કરવા પડશે !

અશ્વિની ઉપાધ્‍યાયની દરેક પીઆઈએલ મંજૂર થઈ છે એવું નથી. ઘણી બધી પીઆઈએલ રદ પણ કરવામાં આવી છે. જેમાંની એક હતી ‘એવરી થીંગ અંડર ધ સન'. ૧૯૯૩ માં મુંબઈમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયો હતો એ પછી એક વોરા કમિટી બની હતી. એ વોરા કમિટીમાં અનેક રાજ નેતાઓ ના નામ આવ્‍યા હતા. એ રિપોર્ટ આજ સુધી ઓપન થયો નથી. તેની સામે પણ પીઆઈએલ ફાઈલ કરેલી. ત્‍યારે સર્વોચ્‍ચ અદાલતે આ પીઆઈએલ પર અસંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને કહ્યું હતું કે આમાંના ઘણા મુદ્દાઓ સરકાર દ્વારા ઉકેલવા જોઈએ અદાલતો દ્વારા નહીં. સુપ્રીમ કોર્ટે અશ્વિનીજીને બે વાર ચેતવણી પણ આપી હતી કે તમે આ રીતે પીઆઇએલ દાખલ કરશો તો અમારે નવી કોર્ટ પીઆઇએલ માટે ઉભી કરવી પડશે. કોવિડ સમયમાં કોર્ટ બંધ હતી એ વખતે ઘરમાં બેઠા બેઠા અશ્વિનીજીએ પીઆઈએલ ડ્રાફટ કરી. કોવિડ ના સમય દરમિયાન એક સાથે ૨૨ પીઆઈએલ ડ્રાફટ કરી. જયારે કોર્ટ ખુલી ત્‍યારે  સીજીઆઈ સામે કેસ ની ફાઈલ ગઈ તેમાં ૨૨ પીઆઈએલ પેન્‍ડિંગ મળી ત્‍યારે કોર્ટ નું કહેવું હતું કે, એક દિવસમાં ૩૦ મેટર હાથ ઉપર લઈએ છીએ જેમાં ૨૨ તો તમારી છે. એટલે લાગે છે કે તમારા માટે એક નવી બેન્‍ચ બનાવવી પડશે. જયારે સોલીસીટરે કહ્યું અમારે તો આના માટે એક નવું મંત્રાલય જ બનાવવું પડશે.!

સંવિધાનમાં બદલાવ માટે અબકી બાર ૪૦૦ પાર જરૂરી

અશ્વિની કુમાર ઉપાધ્‍યાયજીએ ૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીના સદસ્‍ય બન્‍યા હતા. તેઓ કહે છે, આમ આદમી પાર્ટી ની રાજનીતિ મને સમજાઇ ગઇ હતી. સમગ્ર દેશને સમજાઇ ગઇ હતી. મોદીજી જેવા યોગ્‍ય નેતાને જોઇ બીજેપી માં જોડાયા. નરેન્‍દ્રભાઇ મોદીના મિશનનું વિઝન ખુબજ સ્‍પષ્ટ છે. તેઓ દુરંદેશી છે. ખુબ સુધી તેઓ વિચારે છે. પ્‍લાન કરીને ચાલે છે. કેટલીકવાર આપણને એમ થાય કે તેઓ કશુજ કરતા નથી પણ તેઓ કંઇ ને કંઇ કરીજ રહ્યા હોય છે. તેઓની કામ કરવાની રીત અલગ છે. આપણને લાગે કે આ બીમારીનો આ રીતે ઇલાજ થવો જઇએ જયારે મોદીજીને બીમારી નો ખ્‍યાલ હોય છે પણ તેનો ઇલાજ બીજી રીતે તેઓ કરે છે. અશ્વિનીજી કહે છે, આ વખતે ‘અબ કી બાર ૪૦૦ પાર' નું જે સ્‍લોગન છે એ બીજેપી માં ૨૦૨૪ નું છે પણ મેં એ સૂત્ર ૨૦૨૩ માં આપેલું. મેં ટ્‍વીટરમાં ૨૦૨૩ માંજ એ લખેલું છે. આ વખતે ૪૦૦ પાર થશેજ. જો આપણે ૪૦૦ પાર નહીં કરાવીએ તો આપણે જે ઇચ્‍છીએ છીએ તે થઇ શકશે નહીં. ધર્માંતરણ રોકવા આર્ટીકલ ૨૫ માં બદલાવ કરવો પડશે. તેમાં પ્રોપોગેટ શબ્‍દને દુર કરવો પડશે. જે ફંડામેન્‍ટલ અધિકાર હોય તેના માટે સાંસદમાં બે તૃંતિયાશ બોડી જોઇએ. રાજયસભામાં સીંગલ મેજોરીટી નથી. બીજો વિકલ્‍પ છે કે જો બંને ગૃહોના જોઇન્‍ટ શેશન બોલાવે તો બે તૃંતિયાશ બહુમતિ મેળવો તેના માટે ૫૨૧ સદસ્‍યો જોઇએ. ૫૨૧ માંથી રાજયસભાના ૧૧૭ સદસ્‍યો બાદ કરતા એનડીએને ૪૦૪ મળે. એટલે અમે સૂત્ર ૨૦૨૩ માં આપેલું કે ધર્માંતરણ રોકવા અબકી બાર ૪૦૦ પાર. સંવિધાનમાં કેટલોક બદલાવ કરવો પડશે. ભારતમાં યુનિફોર્મ એજયુકેશન લાગુ થાય તે માટે, માઇનોરીટી ખતમ કરવા, ગેરકાયદે પ્રવેશ રોકવા જેવા અનેક મુદાઓ માટે સંવિધાનમાં બદલાવ જરૂરી છે. જે માટે ૪૦૦ પાર જરૂરી છે. 

 અમારે તમારી પીઆઇએલ માટે નવી કોર્ટ અને મંત્રાલય ઉભા કરવા પડશે !

અશ્વિની ઉપાધ્‍યાયની દરેક પીઆઈએલ મંજૂર થઈ છે એવું નથી. ઘણી બધી પીઆઈએલ રદ પણ કરવામાં આવી છે. જેમાંની એક હતી ‘એવરી થીંગ અંડર ધ સન'. ૧૯૯૩ માં મુંબઈમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયો હતો એ પછી એક વોરા કમિટી બની હતી. એ વોરા કમિટીમાં અનેક રાજ નેતાઓ ના નામ આવ્‍યા હતા. એ રિપોર્ટ આજ સુધી ઓપન થયો નથી. તેની સામે પણ પીઆઈએલ ફાઈલ કરેલી. ત્‍યારે સર્વોચ્‍ચ અદાલતે આ પીઆઈએલ પર અસંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને કહ્યું હતું કે આમાંના ઘણા મુદ્દાઓ સરકાર દ્વારા ઉકેલવા જોઈએ અદાલતો દ્વારા નહીં. સુપ્રીમ કોર્ટે અશ્વિનીજીને બે વાર ચેતવણી પણ આપી હતી કે તમે આ રીતે પીઆઇએલ દાખલ કરશો તો અમારે નવી કોર્ટ પીઆઇએલ માટે ઉભી કરવી પડશે. કોવિડ સમયમાં કોર્ટ બંધ હતી એ વખતે ઘરમાં બેઠા બેઠા અશ્વિનીજીએ પીઆઈએલ ડ્રાફટ કરી. કોવિડ ના સમય દરમિયાન એક સાથે ૨૨ પીઆઈએલ ડ્રાફટ કરી. જયારે કોર્ટ ખુલી ત્‍યારે  સીજીઆઈ સામે કેસ ની ફાઈલ ગઈ તેમાં ૨૨ પીઆઈએલ પેન્‍ડિંગ મળી ત્‍યારે કોર્ટ નું કહેવું હતું કે, એક દિવસમાં ૩૦ મેટર હાથ ઉપર લઈએ છીએ જેમાં ૨૨ તો તમારી છે. એટલે લાગે છે કે તમારા માટે એક નવી બેન્‍ચ બનાવવી પડશે. જયારે સોલીસીટરે કહ્યું અમારે તો આના માટે એક નવું મંત્રાલય જ બનાવવું પડશે.!

અશ્વિનીજીએ રૂપિયા ૨૦૦૦ની નોટને પીઆઇએલથી ચેલેન્‍જ કરી હતી

સુપ્રીમ કોર્ટમાં રૂ. ૨૦૦૦ ના નોટને પણ અશ્વિનીજીએ પીઆઇએલથી ચેલેન્‍જ કરી હતી. તેમનું કહેવું છે કે, જેટલી મોટી નોટ એટલું બ્‍લેક મની વધુ થાય છે. જેટલી મોટી નોટ હોય એટલો મોટો હવાલો પણ થાય છે. જેમ નોટ મોટી એમ અરાજકતા પણ વધુ.  દેશ વિરોધી જે તાકાત હોય છે તેનું ફન્‍ડિંગ કેસમાં ચાલતું હોય છે.

આ સમગ્ર વિશ્વની એક જ ફોર્મ્‍યુલા છે. જેટલી મોટી નોટો એટલું એ દેશમાં બ્‍લેક મની વધુ અને મની લોન્‍ડરીંગ પણ વધુ. ત્‍યાં ધર્માંતરણ, ગેરકાયદે પ્રવેશ અને અરાજકતા વધુ હોય છે. મારૂં એ સોલ્‍યુશન છે કે ૧૦૦ રૂપિયા થી વધુ ની નોટ હોવી જ ન જોઈએ. 

આજે પાકિસ્‍તાન બરબાદ શું કામ છે કારણ કે ૫૦૦૦ ની કરન્‍સી છે. તેની સામે યુરોપમાં પ્રમાણમાં શાંતિ છે કારણ ત્‍યાં મોટામાં મોટી ૧૦૦ રૂપિયાની નોટ છે. જેટલી નાની કરન્‍સી ત્‍યાં વેપાર પ્રમાણિકતાથી થશે અને એન્‍ટી નેશનલ એક્‍ટિવિટી ઓછી થશે, સિસ્‍ટમનો ભ્રષ્ટાચાર ઓછો થશે.

(2:38 pm IST)