Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

લોધીકા પાસે દેશી તમંચા સાથે પારડી ગામના પ્રકાશ ચુડાસમાને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

પકડાયેલ પ્રકાશે રાજકોટના થોરાળા વિસ્‍તારના સલીમ પાસેથી હથિયાર લીધાની કબુલાત આપીઃ પ્રકાશ અગાઉ રાજકોટમાં દારૂ સાથે પકડાયો'તો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને હથિયાર નજરે પડે છે.

રાજકોટ તા.૨૮: લોધીકાના પીપળીયા પાળ ગામ પાસેથી રૂરલ એસઓજીએ દેશી તમંચા સાથે પારડી ગામના શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસઅધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ, જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્‍સ.એફ.એ.પારગી ના માગૃદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્‍સ. બી.સી.મીયાત્રા પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડકોન્‍સ. અમીતભાઇ કનેરીયા તથા પો.કોન્‍સ. શીવરાજભાઇ ખાચર નાઓને સંયુકત રીતે ખાનગી રાહે નકીકત મળેલ કે, પીપળીયા ગામ પાસે આવેલ યશવીર નામના કારખાનાની બાજુમાં આવેલ દ્વારકાધીશ નામની ચાની કેબીન નજીક પ્રકાશ ઉર્ફે બલવા ચુડાસમા રહે.પારડી, શીતળામાતાના મંદિરવાળા પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે પ્રકાશને દબોચી લેવાયો હતો. પકડાયેલ પ્રકાશે આ હથિયાર રાજકોટના થોરાળા વિસ્‍તારના સલીમ પાસેથી લીધાની કબુલાત આપી હતી. પ્રકાશ અગાઉ રાજકોટમાં દારૂ સાથે પકડાઇ ચુકયાનું પોલીસે જણાવ્‍યું હતું.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અતુલભાઇ ડાભી, જયવીરસિંહ રાણા, સંજયભાઇ નીરજંની, ઇન્‍દ્રસિંહ જાડેજા, પો.હેડકોન્‍સ.અમીતભાઇ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, હિતેશભાઇ અગ્રાવત, વિજયભાઇ વેગડ, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડા, પો.કોન્‍સ. શીવરાજભાઇ ખાચર તથા વિજયગીરી ગોસ્‍વામી તથા ચીરાગભાઇ કોઠીવાર તથા રઘુભાઇ ઘેડ જોડાયા હતા.

(11:53 am IST)