Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રાજકોટ સહકારી સંઘ દ્વારા લોધિકામાં મહિલા સેમીનાર

રાજકોટઃ જીલ્‍લા સહકારી સંઘ તથા નવજીવન લોક કલ્‍યાણ ટ્રસ્‍ટ, લોધીકાના ઉપક્રમે લોધીકા મુકામે જીલ્લા કક્ષાનો મહિલા સેમીનાર યોજવામાં આવેલ. આ સેમીનારનું પ્રમુખસ્‍થાને લોધીકાના સરપંચ શ્રીમતિ સુધાબેન વસોયાએ સંભાળેલ. આ સેમીનારમાં નવજીવન ટ્રસ્‍ટના ચેરમેન ફાધર જિબીન, સીસ્‍ટર બીન્‍દુ, સીસ્‍ટર લીસ્‍સી વગેરે ઉપસ્‍થિત રહેલ. સેમીનારની શરૂઆત ગામની બાળાઓએ પ્રાર્થના ગીત દ્વારા કરેલ. સેમીનારને સફળ બનાવવા જીલ્લા સંઘના એકઝી.ઓફિસર પરેશભાઇ ફેફર, નવજીવન ટ્રસ્‍ટ, લોધીકાના સીસ્‍ટર બીન્‍દુએ જહેમત ઉઠાવેલ હતી. સંચાલન સી.ઇ.આઇ. એ.જે. ઘેટીયાએ ટ્રસ્‍ટના સીસ્‍ટર બીન્‍દુએ આભારવિધી કરેલ હતી.

(11:48 am IST)