Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઝાલાવાડી સઇ સુથાર દરજી જ્ઞાતિનું સ્નેહમિલનઃ તેજસ્વી છાત્રોનું સન્માન

રાજકોટઃ સમસ્ત ઝાલાવાડી સઇ-સુથાર યુવક મંડળ (દરજી જ્ઞાતિ) રાજકોટ દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તથા જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ 'હેમુ ગઢવી હોલ' રાજકોટ ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં મંડળના ફાઉન્ડેશન સભ્ય પ્રભુદાસ ચુનીલાલ પરમાર, વડીલ પ્રભુદાસ છગનભાઇ મકાણી (ડી.પી.), વિનોદભાઇ કાન્તીભાઇ સોલંકી, શાંતિલાલ કેશવલાલ સોલંકી તેમજ કાર્યક્રમના મુખ્ય આમંત્રિત મહેમાનો સર્વશ્રી ડી.સી.ગોહેલ (પ્રિન્સીપાલ જજ કોટડા સાંગાણી), ગુણવંતભાઇ ડેલાવાળા (પ્રમુખ સરગમ કલબ), રણજીતભાઇ વી. પીઠડીયા (જૈનમ ડેવલપર્સ), એડવોકેટ તનસુખભાઇ બી. ગોહેલ અને ઉમેશકુમાર (જે.પી.) (પ્રમુ સમસ્ત દરજી સમાજ) તેમજ સહયોગી આમંત્રિત મહેમાનો તથા કારોબારી મંડળ સાથે મળી દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. કાર્યક્રમમાં સહયોગી આમંત્રિત મહેમાનો સર્વશ્રી રાજેશભાઇ ગીરધરભાઇ પરમાર, અતુલકુમાર વી.એસ., પ્રવીણભાઇ દેવીદાસભાઇ મકવાણા, મુકેશભાઇ નટવરલાલ ગોહેલ, શાંતિલાલ લાલજીભાઇ સોલંકી, કિરીટભાઇ મગનલાલ રાઠોડ, જયંતીભાઇ વેલજીભાઇ ગોહેલ, મુકેશભાઇ કાન્તીભાઇ ગોહેલ, હિતેષભાઇ રતિલાલ ધામેચા, ગીરીશભાઇ સુરેશભાઇ પીઠડીયા, વિમલભાઇ સુર્યકાન્તભાઇ સોલંકી, વિનોદભાઇ રામજીભાઇ પાટડીયા, નિરંજનભાઇ કાન્તીભાઇ સોલંકી, ડો.પ્રકાશભાઇ વનમાળીભાઇ સોલંકી, ધીરૂભાઇ મનસુખભાઇ ગોહેલ, નવીનચંદ્ર ઝવેરભાઇ સોલંકી, નરેશભાઇ લાભુભાઇ પરમાર, જયેશભાઇ છગનલાલ સોલંકી, પ્રકાશભાઇ લાભુભાઇ પરમાર, પરેશભાઇ ચમનલાલ સોલંકી, પ્રવીણભાઇ હરિભાઇ ગોહેલ, ઉષાબેન પ્રવિણચંદ્ર ધામેચા, વસંતભાઇ કેશવલાલ ગોહેલ, શ્રીમતી હરીગંગાબેન મોહનલાલ સોલંકી, પ્રફુલભાઇ છગનભાઇ ધામેચા, ડો.દિલીપભાઇ નરોત્તમભાઇ વાઘેલા, સંદીપભાઇ નટવરલાલ પરમાર, અશોકભાઇ નટવરલાલ ચૌહાણ, વિનુભાઇ રતિલાલ પરમાર, રાજુભાઇ રતિલાલ પરમાર, રશ્મિનભાઇ ચુનીલાલ પરમાર,  જયસુખભાઇ પ્રભુદાસ મકાણી, રમેશભાઇ અમરશીભાઇ વાઘેલા, સુરેશભાઇ પોપટલાલ કપુરીયા, શાંતિભાઇ નાગરદાસ ચાનપુરા, રાજેન્દ્રભાઇ ચુનીલાલ પરમાર, સંજયભાઇ મધુભાઇ સોલંકી, હિરેનભાઇ મહેન્દ્રભાઇ ધામેચા, મહેશભાઇ મનસુખલાલ રાઠોડ, જસ્મીનભાઇ ભરતભાઇ મકવાણા, યોગેશભાઇ ભુદરભાઇ ગોહેલ, ભરતભાઇ ટપુભાઇ ગોહેલ તેમજ મીડિયા શુભેચ્છકો કિર્તીકુમાર સોલંકી તંત્રીશ્રી 'જ્ઞાતીદર્શન'-નંદુરબાર, રાજેશભાઇ હિંગુ તંત્રીશ્રી 'સ્વીટ મોર્નીગ' અમરેલી, વૃજલાલ પીઠડીયા તંત્રીશ્રી 'જીવન ઉત્સવ' રાજકોટ, મચ્છુકઠીયા દરજી સમાજના અગ્રણીઓ દીપકભાઇ પીઠડીયા, સુરેશભાઇ મકવાણા, વાંઝા સમાજના અગ્રણી મનસુખભાઇ ગોહેલ, તેમજ બહારગામથી પધારેલ જ્ઞાતિ અગ્રણીઓ સુરેન્દ્રનગરથી મહેશભાઇ સોલંકી, વસંતભાઇ સોલંકી, થાનગઢથી સુરેશભાઇ મકવાણા, વઢવાણથી હસુભાઇ પરમાર, હળવદથી ચન્દુલાલ ઝાલા અને જસદણથી રમેશભાઇ પરમાર અને પ્રવીણભાઇ હાલારી દ્વારા સહયોગી બની કાર્યકરોનો ઉત્સાહ વધારેલ હતો. દિપ પ્રાાગટય તેમજ મહેમાનોના સ્વાગત બાદ સમુહમાં રાષ્ટ્રગાન તેમજ દેશભકિતના નારાઓથી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહનો આરંભ કરાયેલ હતો. મંચસ્થ મહાનુભાવોના હસ્તે જ્ઞાતિના કુલ ૨૧૫ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવેલ હતા. આ સાથે મહાનુભાવોને પણ મંડળ દ્વારા મોમેન્ટો અર્પણ કરી તેઓનું અભિવાદન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન જ્ઞાતિ મંડળના ખજાનચી મેહુલભાઇએ કરેલ હતું. કાર્યક્રમની વચ્ચે બાળકોને કવીઝ રમાડી જોકસ કરી તેમજ બાળકો અને મોટેરાઓને ટાઇમ મેનેજમેન્ટ સમજણ આપેલ. જ્ઞાતિના નાના બાળકોએ સ્ટેજ પર સુંદર કૃતિઓ રજુ કરેલ. કાર્યક્રમના અંતમાં વર્ષ ૨૦૧૯-૨૦મા સમાજનાં ભૂતપૂર્વ પ્રમુખ સ્વ.લલીતભાઇ પી. ગોહેલ દાનવીર સ્વ.કમળાબેન ભીખુભાઇ સેદલીયા તેમજ સ્વ.મુકેશભાઇ કે. સોલંકીના થયેલ દુઃખદ અવસાન બદલ અગ્રણીઓએ શબ્દરૂપી શ્રધ્ધાંજલી આપી બે મીનીટ મૌન પાળેલ. ત્યારબાદ પ્રમુખ કલ્પેશભાઇ ગોહેલ દ્વારા આભાર પ્રવચન કરવામાં આવેલ. મહેમાનો અને સર્વે જ્ઞાતિબંધુઓએ મળીને અંદાજે ૯૦ જ્ઞાતિબંધુઓએ મહાપ્રસાદ લીધેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કલ્પેશભાઇ એલ. ગોહેલના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ કિશોરભાઇ એન. મકવાણા, મંત્રી કિશોરભાઇ સી.પરમાર યોગેશભાઇ એસ.પીઠડીયા, તેમજ કારોબારી સભ્યો આશિષભાઇ આઇ.ધામેચા, જગદીશભાઇ એલ.પરમાર, હર્ષદભાઇ આર.ગોહેલ, જતીનભાઇ એમ. ગોહેલ અને અલ્પેશભાઇ આઇ. સોલંકી વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(4:12 pm IST)