Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગંભીર રીતે ઘાયલ-મળી આવેલ બાળકી હાલ કલેકટરની કસ્ટડીમાં : તંત્ર તમામ ખર્ચ કરશે

હાલ સિવિલમાં એકધારી સારવાર ચાલુઃ ચાઇલ્ડ પ્રોટેકશન માટે સ્પે.લેડી મુકાયા

રાજકોટ તા. ર૮ : શહેરમાં કૂતરાએ બટકા ભરેલ અને અન્ય રીતે ઇજાગ્રસ્ત બનેલ અને મળી આવેલ ગંભીર રીતે ઘાયલ નાની બાળકીને કલેકટર તંત્ર દ્વારા કસ્ટડીમાં લઇ લેવાઇ છે, અને સીટીપ્રાંત-ર શ્રીચરણસિંહ ગોહીલને તમામ બાબતો ચેક કરવા કલેકટરે આદેશો આપ્યા છે.

અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે બાળકીનો હાલ કબજો કલેકટર હસ્તક છે. સીવીલમાં એકધારી સારવાર ચાલી રહી છે.

સીટી પ્રાંત-રના ઉમેર્યા પ્રમાણે બાળકીને બચાવવા તંત્ર તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર છે, સિવીલ હોસ્પીટલના તબીબો સાથે સતત સંપર્કમાં હોવાનું ઉમેરાયું હતું.

આ ઉપરાંત જરૂર પડે ખાનગી તબીબો પાસે બાળકીને લઇ જવાની જરૂર હોય તો વિખ્યાત અમૃતા હોસ્પીટલનું નામ પણ સુચવાયું હતંુ, તેમજ ચાઇલ્ડ પ્રોટેકશન એકટ મુજબ એક સ્પે.લેડી શ્રી મીત્સુબેન વ્યાસને બાળકીની દેખરેખ માટે ખાસ મુકવામાં આવ્યા હોવાનો નિર્દેશ અપાયો હતો.

(3:55 pm IST)