Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

છાત્રોના કૌશલ્યને ખીલવશે IID

દરેક છાત્ર પાસે કૌશલ્ય તો છે પરંતુ તેને પીછાણવાની તક હવે રાજકોટમાં : રાજકોટના આંગણે રાષ્ટ્રીય સ્તરની ડિઝાઈનીંગ સ્કુલનો પ્રારંભ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૪ વર્ષના કોર્ષમાં પ્રોડકટ કોમ્યુનિકેશન, ફેશન, ઈન્ટીરીયર ડિઝાઈનીંગ કોર્ષ : તરવરીયા યુવાન નિયંત ભારદ્વાજના નેતૃત્વમાં જૂન ૨૦૨૦થી નવા સત્રનો પ્રારંભ

રાજકોટ : રાજકોટના આંગણે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન રાષ્ટ્રીય સ્તરની ડિઝાઈનીંગ સ્કુલનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મેનેજીંગ ડીરેકટર નિયંતભાઈ ભારદ્વાજ, ડિરેકટર મેહુલભાઈ રૂપાણી, ભુપતભાઈ બોદર અને જેમીનભાઈ બોદર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૮ : દરેક વિદ્યાર્થીમાં કૌશલ્ય હોય જ છે. જરૂર છે માત્ર તેમના કૌશલ્ય ગુણને પીછાણવાની. રાજકોટના આંગણે રાષ્ટ્રીય કક્ષાની ડિઝાઈનીંગ સ્કુલનો નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ જ નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને હવે ડિઝાઈનીંગ ક્ષેત્રે ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન સ્કુલમાં ઉચ્ચ કારકિર્દીના ઘડતરની અમૂલ્ય તક સાંપડશે.

પત્રકાર પરિષદમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના મેનેજીંગ ડીરેકટર નિયંતભાઈ ભારદ્વાજે જણાવ્યુ હતું કે રાજકોટ-સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ હવે ડિઝાઇનિંગના ચાર સ્તંભો(પ્રોડકટ ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર, ડિઝાઇનિંગ ,કમ્યુનિકેશન ડિઝાઇનિંગ અને ફેશન ડિઝાઇનિંગ)નો અભ્યાસ કરવા માટે મુંબઇ, દિલ્હી, પૂના કે બેંગ્લોર સુધી ન પડે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતગર્ત રાજકોટમાં આવી રહી છે આઈઆઈડી ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ ડિઝાઇન, જેને શ્રી એચ.એન. શુકલા ગ્રુપ ઓફ કોલેજ દ્વારા કાર્યરત કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્યિટ્યુટ ઓફ ડિઝાઇન માં ભણતા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Des. (બેચરલ ઓફ ડિઝાઇન-૪ વર્ષ) ની ડિગ્રી આપવામાં આવશે. કોર્ષનો સમયગાળો ચાર વર્ષનો છે. બેચલર ઓફ આર્કીટેકટ, બેચલર ઓફ એન્જીનિયરીંગ કે બેચલર ઓફ સાયન્સની માફક બેચલર ઓફ ડિઝાઈનના કોર્ષને પણ સંપૂર્ણતઃ વ્યાવસાયિક અભિગમ સાથે ઘડવામાં આવ્યો છે.

પત્રકાર પરિષદમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના મેનેજીંગ ડીરેકટર નિયંતભાઈ ભારદ્વાજે જણાવ્યુ હતું કે એનઆઇડી (નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન), એનઆઈએફટી (નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી), એમઆઈટી (મહારાષ્ટ્ર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, પુના), Symbiosis (પુના) વગેરે જેવી ઉચ્ચસ્તરીય શિક્ષણ સંસ્થાઓને સમકક્ષ કહી શકાય એવી 'ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન' રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર શરૂ થઈ ગઈ છે.

હવેનો જમાનો ક્રિએટીવ ડિઝાઈનનો છે. રેગ્યુલર કોર્ષ કરતા સ્કીલ બેઝડ ક્રિએટીવ કોર્ષનો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને લાભ મળે એ હેતુથી ૪ નવા કોર્ષ સાથે આઈઆઈડી શરૂ થઈ છે.

ડિઝાઈનીંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છતા રાજકોટ - સૌરાષ્ટ્રના પ્રતિભાવન વિદ્યાર્થીઓ (ખાસ કરીને બહેનો) માટે આઈઆઈડી આ અનોખી તક લઈને આવી રહી છે. મોટેભાગે આ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને પરીવારથી દૂર જઈને અને કેટલાક કિસ્સામાં તો પરીવારજનોને નારાજ કરીને પણ ગુજરાત બહારના શહેરોમાં ભણવા જવુ પડતુ હોય છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન આવી સમસ્યાઓનો હલ લઈને શહેરમાં આવી પહોંચી છે.

બાળકને અગર ચિત્ર દોરતા આવડતુ હોય તો એનો મતલબ એમ નથી કે તેને ફાઈન આટ્ર્સ, એન્જીનિયરીંગ અથવા આર્કીટેકચર ઈન્ડસ્ટ્રીમાં જ મોકલી શકાય એમ છે. પ્રોડકટ ડિઝાઈનીંગ એક એવો કોર્ષ છે જેમાં વિદ્યાર્થીની ચિત્ર દોરવાની આવડતને પ્રોફેશનમાં તબદીલ કરી શકવાની સંભાવના છે.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના ડિરેકટર મેહુલભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન લેવા માટે કોઈ પ્રકારની ડિગ્રી કે ડિપ્લોમાની આવશ્યકતા નથી. સાયન્સ, કોમર્સ, આટ્ર્સ કે વોકેશનલ કોર્ષ અંતર્ગત ધો.૧૨ પાસ કર્યા બાદ કોઈપણ વિદ્યાર્થી ડિઝાઈનીંગ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે લાયક થઈ જાય છે. ઈન્સ્ટીટ્યુટમાં લેવામાં આવતી એપ્ટીટ્યુડ ટેસ્ટના માધ્યમથી વિદ્યાર્થીની સર્જનાત્મકતાની કસોટી કરવામાં આવશે. જેના આધારે તેમને ડિઝાઈન સ્કુલમાં એડમિશન આપવામાં આવશે. કુલ ચાર કોર્ષનો અભ્યાસ જેનો સમયગાળો ૪ વર્ષ રહેશે. જેમાં પ્રોડકટ ડિઝાઈન, કમ્યુનિકેશન ડિઝાઈન, ફેશન ડિઝાઈન, ઈન્ટીરીયર ડિઝાઈનનો સમાવેશ થાય છે.

ડિઝાઈનીંગ ક્ષેત્રે રાજકોટમાંથી જ નહિં, પરંતુ અમદાવાદ, મુંબઈ, પુના, બેંગ્લોર અને દિલ્હીથી પણ ફેકલ્ટી મેમ્બર્સ (પ્રધ્યાપકો)ને બોલાવવામાં આવશે. જેઓ 'ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ડિઝાઈન'માં ભણતા વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું જ્ઞાન અને અનુભવ રજૂ કરશે.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના ડિરેકટર મેહુલભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે ૨૦ જુલાઈ, ૨૦૨૦થી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનની કોલેજ શરૂ કરવામાં આવશે. એપ્રિલથી શરૂ કરીને જૂન મહિના સુધી સમર ડિઝાઈન સ્કુલનું આયોજન કરવામાં આવેલ છે. કુલ ૬ અઠવાડીયા સુધી દર અઠવાડીયે ૫ દિવસ માટે ડિઝાઈન વર્કશોપ ગોઠવવામાં આવશે. જેમાં ભારતના ડિઝાઈનીંગ ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો દ્વારા ખાસ લેકચર્સનું આયોજન કરવામાં આવશે. જેથી જુલાઈ મહિનાથી શરૂ થનારી બેચ માટેનો બેઝીક આઈડીયા વિદ્યાર્થીઓને મળી શકે. વર્કશોપને અંતે તેમને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

પત્રકાર પરિષદમાં સીઈઓ શ્યામસિંઘે જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા શરૂ થવા જઈ રહેલા કોર્ષના પ્રિ-રજીસ્ટ્રેશન દરમિયાન લેવામાં આવતી એપ્ટિટ્યુડ ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર મેળવનારા શ્રેષ્ઠ ૩૦ વિદ્યાર્થીઓની સુપર-૩૦ બેચને વિશેષ સ્કોલરશીપ આપવામાં આવશે. પ્રિ-રજીસ્ટ્રેશનની શરૂઆત કરી દેવામાં આવી છે.

પ્રોડકટ ડિઝાઈનર

પ્રોડકટ ડિઝાઈનર ક્ષેત્રે કારકિર્દી કર્યા બાદની કારકિર્દીમાં (૧) એસ્થેટીક ડિઝાઈનર (૨) લીડ ડિઝાઈનર (૩) થ્રી-ડી ડિઝાઈનર (૪) પ્રોડકટ ડેવલપમેન્ટ એકસપર્ટ (૫) પ્રોડકટ મેનેજર (૬) અગોનોમિસ્ટ.

ફેશન ડિઝાઈનરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદની કારકિર્દી

ફેશન સ્ટાઈલીસ્ટ, એપરલ ડિઝાઈનર, મર્ચન્ડાઈઝ ડિઝાઈનર, એસ્સેસરી ડિઝાઈનર, ટેકસટાઈલ ડિઝાઈનર, કેડ (સીએડી) ડિઝાઈનર, ફેશન કોરીયોગ્રાફર, લાઈફસ્ટાઇલ ડિઝાઇનર, ફેશન ટ્રેન્ડ અને ફોરકાસ્ટ એનેલીસ્ટ.

કોમ્યુનિકેશન ડિઝાઈનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદની કારકિર્દી

ગ્રાફીક ડિઝાઈનર, યુઝર ઈન્ટરફેસ ડિઝાઈનર, મોબાઈલ એપ્લીકેશન ડિઝાઈનર, વેબ ડિઝાઇનર, એનીમેટર, ગેમ ડિઝાઇન આટીૅસ્ટ, વિઝયુઅલ કમ્યુનીકેટર, થ્રી-ડી આર્ટીસ્ટ.

ઈન્ટીરીયર ડિઝાઈનનો અભ્યાસ પૂર્ણ થયા બાદની કારકિર્દી

બીલ્ડીંગ સ્પેસ પ્લાનર, હોમ અથવા કમર્શીયલ ડેકોરેટર, લેન્ડસ્કેપ આર્કીટેકટ, ઈન્ટીરીયર ડિઝાઈન પ્રોજેકટ મેનેજર, ઓફીસ સ્પેસ પ્લાનર, સ્પેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ઓટો કેડ ડિઝાઇનર સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર તથા રાજકોટના બાર ધોરણ પાસ કરનાર કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ફેશન ડિઝાઈનર, ઈન્ટીરીયર ડિઝાઈન, કોમ્યુનિકેશન ડિઝાઈન અને પ્રોડકટ ડિઝાઈન જેવા ક્ષેત્રોમાં કરીયર બનાવવાની ઉત્તમ તક છે. તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને આઈઆઈડી આમંત્રણ આપે છે કે ડિઝાઈન કોર્ષમાં પ્રવેશ મેળવી સફળ ક્રિએટીવ કારકિર્દીના પાયાનું ચણતર કરો.

પત્રકાર પરિષદમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના ડીરેકટર ડો. મેહુલભાઈ રૂપાણી, મેનેજીંગ ડીરેકટર નિયંતભાઈ ભારદ્વાજ તેમજ અન્ય બે ડિરેકટર્સ ભુપતભાઈ બોદર, જેમીનભાઈ બોદર, શ્યામસિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)