Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પોલીસ હેડ કવાર્ટરમાં રવિવારે ૩પ૬ પોલીસ પરિવારને 'મા' વાત્સલ્ય કાર્ડ મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે

રાજકોટ તા. ર૮ :.. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરતાં શહેર પોલીસના તમામ જવાનો અને ટ્રાફીક નિયમનની કામગીરીમાં મદદરૂપ થઇ માનદ સેવા આપતાં ટ્રાફીક બ્રીગેડના જવાનો અને તેમના કુટુંબના સભ્યોને ભવિષ્યમાં પડતી મેડીકલ સારવારના ખર્ચને પહોંચી વળવા માટે મદદરૂપ થવા સ્વાસ્થ્ય અને કલ્યાણની જાળવણીના ભાગરૂપે પોલીસ કમી. મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજનના ભાગરૂપે, જોઇન્ટ પોલીસ કમિ. ખુરશીદ અહેમદના સુપરવિઝન હેઠળ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧-૩ ન રવિવારના રોજ સવારે ૮ થી રાત્રે ૮ સુધી રેસકોર્ષ પોલીસ હેડ કવાટર્સ ખાતે સરકારશ્રીની પ્રવર્તમાન યોજના મા વાત્સલ્ય  કાર્ડ કાઢી આપવાના  કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ વાર્ષિક ૪ લાખની આવક મર્યાદા ધરાવતાં કુટુંબને મળવાપાત્ર હોય અને આ કાર્ડ ધારકને મેડીકલ સારવારના ખર્ચ પેટે પ લાખ સુધીની સહાય મળતી હોય તેથી આ યોજનાનો લાભ મહત્તમ કર્મચારીઓ લઇ શકે તે માટે તેના ફોર્મ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફીક શાખા, રાજકોટ શહેરની કચેરી ખાતેથી વિતરણ કરી સમયસર પરત આવત કુલ પ૦૬ ફોર્મ પરિવાર દીઠ ભરાઇ પરત આવેલ જેની ચકાસણી કરતાં કુલ ૩પ૬ ફોર્મ યોગ્ય જણાતા રાજકોટ મહાનગરપાલીકા તથા મામલતદાર કચેરીની કામગીરી ટ્રાફીક શાખા રાજકોટ દ્વારા પુર્ણ કરાવી. આ પરિવારોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૧-૩ ના રોજ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે કેમ્પ દરમ્યાન જ મા વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ પરિવારના આરોગ્ય અને કલ્યાણની બાબતને ધ્યાને લઇ પોલીસ કમિશનર દ્વારા આ ઉમદા અને સરાહનીય પગલુ હાથ ધરી રાજય સરકારની યોજનાનો પોલીસ પરિવારના સભ્યોને સીધો લાભ આપવાની આ કામગીરી કરવામાં આવી રહી છે.

(3:50 pm IST)