Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ફેમીલી પેન્શનથી વંચિત એસ.ટી. કર્મચારીઓ માટે કાનુની લડત અપાશે

ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા સામુહીક દાવાની તૈયારી

રાજકોટ તા. ૨૮ : કેન્દ્રના ધોરણે પગાર કે મોંઘવારીના ટોટલના ૫૦% પેન્શન મળે તેવી માંગણી સાથે ઓલ ઇન્ડીયા નિવૃત્ત કર્મચારી સંઘ લડત આપી રહ્યાનું સંઘના ઉપપ્રમુખ કુરજીભાઇ હરખાણીની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવેલ છે કે જુદા જુદા નિગમોના નિવૃત્ત કર્મચારીઓના માટે સુપ્રિમ કોર્ટમાં આઠ બેરીસ્ટરો રોકી કેન્દ્રના ધોરણે પેન્શન મેળવવા કેઇસ દાખલ કરાયો છે. તેમાં ગુજરાત એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી સંઘના ૧૬ હજાર સભ્યોમાંથી ૪ હજાર સભ્યોએ પેન્શન લડત ફોર્મ ભરી દીધેલ છે. હજુ જે લોકોને આવા ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ દુધાત્રાભાઇના સંગઠનમાં જોડાઇ જવા અને વધુ માહીતી માટે ભરતભાઇ રાજયગુરૂ ભાવનગર મો.૯૯૦૯૪ ૫૫૪૫૪, શંકરલાલ પી. મહેસાણા મો.૯૮૭૯૯ ૪૦૬૩૭, કાન્તીભાઇ પટેલ સુરત,   મો.૯૮૭૯૦ ૦૩૩૧૨, ભુજ જગતસિંહ સોઢા મો.૯૭૨૪૩ ૦૫૯૧૧, પાટણ વિસાભાઇ ચૌધરી મો.૮૩૪૭૨ ૦૩૫૯૦ નો સંપર્ક કરવા ઉપપ્રમુખ કુરજીભાઇ હરખાણી (મો.૯૪૨૬૧ ૩૬૭૫૭) ની યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)