Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજકોટના નવાગામ આણંદપરના શખ્સને એક વર્ષની સજા ફટકારતી અદાલત

રૂ. ૭ લાખ ૩૧ હજારનો ચેક પાછો ફરવાના કેસમાં

રાજકોટ, તા. ૨૮ :. અહીંના ધર્મેન્દ્ર રોડ ઉપર પાન-બીડીની દુકાન ધરાવતા ફરીયાદી મહેશભાઈ વશરામભાઈ લુણાગરીયાએ રાજકોટના નવાગામ (આણંદપર) પાસેના દીવેલીયા ગામમાં રહેતા આરોપી મનોજ જીણાભાઈ સોહલા નામના ભરવાડ શખ્સ વિરૂદ્ધ નોંધાયેલ ચેક રિટર્નની ફરીયાદનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી મનોજ જીણાભાઈ સોહલા તથા અમો ફરીયાદી એકબીજાના પરીચયમાં આવ્યા બાદ તેઓએ અમો ફરીયાદીને એવું જણાવેલ કે ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ રાજકોટ સુરેન્દ્રનગર હાઈવે પરની રેવન્યુ સર્વે નં. ૩૦ની ૪ એકટર જમીન પર આવેલ શ્રી રિદ્ધિ-સિદ્ધિ કો.ઓપ. હાઉસીંગ સોસાયટી (સૂચિત) જેના પ્લોટ નં. ૬૨ તથા ૬૩ની જમીન ૯૪-૪ વાર તથા ૯૪-૪ વાર કુલ જમીન ચો.વા. ૧૮૮-૮ આ કામના આરોપી ધરાવે છે. જે આરોપીએ તા. ૨૭-૭-૨૦૧૨ના રોજ ભાવેશભાઈ ગાંડુભાઈ લીંબાસીયા રહે. જીયાણા, તા.જિ. રાજકોટ પાસેથી ખરીદ કરેલ. બાદમા અન્ય ભઈલુ ઉર્ફે રામજી નામના ઈસમ આ પ્લોટ પોતાનો હોવાનું જણાવી કબ્જો લઈ લેતા પોલીસ કમિશ્નરનું ફરીયાદ કરી હતી.

ત્યાર બાદ અમો ફરીયાદીએ તા. ૪-૧૦-૨૦૧૬ના રોજ આરોપી તથા ભઈલુભાઈ ઉર્ફે રામજીભાઈ મચ્છાભાઈ રાઠોડ (ભરવાડ) વિરૂદ્ધ પોલીસ કમિશ્નરશ્રી પાસે ફોજદારી ફરીયાદ કરેલ તેમજ કન્સર્ન પોલીસ ઈન્સ્પેકટર બી-ડિવીઝનને પણ ફરીયાદ આપેલ. જે પોલીસ ફરીયાદમાં સમાધાન કરી અને આપેલ ચેક રીટર્ન થતા રાજકોટની અદાલતમાં આરોપીને નોટીસ આપ્યા બાદ કોઈ જવાબ ન આપતા કેસ દાખલ થયેલ અને જે કેસ ચાલી જતા આરોપી પાસેથી ફરીયાદીનું કાયદેસરનું લેણુ નીકળતુ હોય જે સાબીત થતા ફરીયાદીના એડવોકેટ શ્રી રાજેશ બી. ચાવડાની દલીલો કરતા કોર્ટે દ્વારા તે દલીલોને ધ્યાને લઈ રાજકોટના એડીશ્નલ ચીફ જ્યુડી. મેજી. શ્રી. આર. એસ. રાજપુત મેડમે આરોપી મનોજ ભરવાડને એક વર્ષની સજા તથા વળતર અપાવવાનો હુકમ ફરમાવેલ છે અને ફરીયાદીની ફરીયાદ અરજી મંજુર કરેલ છે.

 આ કેસમાં રાજકોટના વૈદેહી એસોસીએશનના યુવા ધારાશાસ્ત્રી શ્રી રાજેશ બી. ચાવડા, કિર્તીકુમાર બી. ચાવડા, જીજ્ઞેશ યાદવ, નયના મઢવી, હેમાબેન સોલંકી વિગેરે વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:44 pm IST)