Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પેટ્રોલ પંપના ફીલરમેને રૂ. ૧૦નો સિકકો લેવાનો ઇન્કાર કરતાં પોલીસને ફરીયાદ નોંધવા વકીલની અરજી

રાજકોટ તા. ર૮: રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલ શેલ પેટ્રોલ પંપમાં રાજકોટના એડવોકેટ અશ્વિનભાઇ ભટ્ટ તેના વાહનમાં ગત તા. ર૪/ર/ર૦ર૦ના રોજ સવારે ૧૧-૪૮ કલાકે પેટ્રોલ પુરાવા ગયા અને ફીલરમેનને ર૧પ/- રૂપિયાનું પેટ્રોલ પુરવાનું જણાવેલ બે ૧૦૦/-વાળી નોટ એક પ/-નો સીકકો અને એક ૧૦/-નો સીકો એમ કુલ ર૧પ/- રૂપિયા આપેલ. ફીલરમેને જણાવેલ કે હું રૂ. ૧૦/-નો સીકકો સ્વીકારીશ નહીં તેવું અમોને અમારા મેનેજર ભાગ્યેશ નરેન્દ્રભાઇ નિમાવતની સુચના છે તમો અમારા મેનેજરને રૂબરૂ મળી તમારી રજુઆત કરો જો તેઓ મને રૂ. ૧૦/-નો સીકકો લેવાની હા પાડશે તો જ હું સ્વીકારીશ અને તમોને રૂ. ર૧પ/-નું પેટ્રોલ પુરી દઇશ. જેથી અમોને ધરાર રૂ. ર૦પ/-નું પેટ્રોલ પુરી આપેલ અને રૂ. ૧૦/-નો ચલણી સીકકો સ્વીકારેલ નહીં. અને અમોને રૂ. ર૦પ/-નું પેટ્રોલ પુરી આપ્યાની સ્લીપ આપેલ જે સ્લીપ લઇ અમો શેલ પેટ્રોલ પંપના મેનેજર ભાગ્યેશભાઇ નીમાવતને રૂબરૂ મળી જણાવેલ કે તમારા ફીલરમેન રૂ. ૧૦/-નો સીકો સ્વીકારવાની ના પાડે છે અને આપનો આદેશ છે કે રૂ. ૧૦/-નો સીકકો લેવો નહીં. જેથી આવો જો કોઇ આપે આપના ફીલરમેનને આદેશ કર્યો હોય તો તે કાયદા વિરૂધ્ધનો છે અને આપનો આદેશ ભારતીય ચલણનું અપમાન કરે છે જે ભારતીય રિઝર્વ બેંકના કાયદાનું ઉલ્લંઘન છે.

આ અંગે અશ્વિન ભટ્ટ એડવોકેટે જણાવેલ કે, રાજકોટ શહેરમાં વકીલાત કરૃં છું તેવી મેં મારી ઓળખાણ આપેલ અને જ ણાવેલ કે તમે ભારતીય ચલણમાં રૂ. ૧૦/-નો સીકકો જયારે ચાલતો હોય તો તે લેવાનો ઇન્કાર ન કરી શકો મારે તમારા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ દાખલ કરવી પડશે તો મેનેજર ભાગ્યેશ નિમાવતે જણાવેલ કે તમારે જયાં ફરીયાદ કરવી હોય ત્યાં કરી શકો છો હું કોઇ કાળે રૂ. ૧૦/-નો સીકકો સ્વીકારી નહીં તેવો ઉધ્ધતાઇભર્યો જવાબ આપતા એડવોકેટ અશ્વિન ભટ્ટે ''એ'' ડીવી. પોલીસ સ્ટેશનમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલ શેલ પેટ્રોલ પંપના મેનેજર ભાગ્યેશ નરેન્દ્રભાઇ નિમાવતની વિરૂધ્ધ ભારતીય ચલણના અપમાનની ફરીયાદ નોંધવા વકીલે પોલીસમાં અરજી કરી છે.

રાજકોટ શહેરમાં રીક્ષાવાળા, શાકભાજીવાળા તથા અન્ય નાના-મોટા વેપારીઓ રૂ. પ/-ની નોટ કે રૂ. ૧૦/-નો સીકકો સ્વીકારવાની કોઇપણ વ્યકિત કે બેંક, કોઇ સંસ્થા કે વ્યકિત ઇન્કાર કરે તો તે ફોજદારી ગુનો બને છે અને ભારતીય ચલણનું અપમાન કરવા બદલ પોલીસમાં ડાયરેકટ ફરીયાદ નોંધાવી શકે છે. જયારે કોઇ રૂ. પ/-ની નોટ કે રૂ. ૧૦/-નો સીકકો કે અન્ય કોઇ ભારતીય ચલણી નોટ કે સીકકા સ્વીકારવાનો ઇન્કાર કરે તો તે બદલ જાહેર જનતાએ જાગૃત થઇ પોલીસમાં ફરીયાદ કરવી જેથી ચલણી સીકકા અને નોટોનો ઇન્કાર કરનારાઓ સામે પોલીસ ધોરણસરની કાર્યવાહી કરી શકે. આ ફરીયાદ એડવોકેટ અશ્વિન ભટ્ટે જાહેર જનતાને જાગૃતિ માટે કરેલ છે. અને વ્યાપક પ્રમાણમાં જાહેર જનતા દ્વારા જો ફરીયાદ કરવાનું શરૂ કરે તો ચલણી સીકકા કે નોટોનો ઇન્કાર કરનારા તત્વોમાં ખળભળાટ મચી જાય.

(3:43 pm IST)