Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મોરબી હાઉસ પાસે કવાટરના રિદ્ધિબેન મકવાણા પર શંકાકુશંકા કરી સાસરિયાનો ત્રાસ

પતિ અમીત મકવાણા, સાસુ ગૌરીબેન મકવાણા, સસરા પ્રવિણભાઇ મકવાણા અને દિયર અજય મકવાણા સામે ગુનો

રાજકોટ તા. ર૮ : જામનગર રોડ પર મોરબી હાઉસ આવાસના કવાટરમાં રહેતી વાલ્મીકી મહિલા પર પતિ, સાસુ, સસરા અને દિયર શંકા-કુશંકા કરી મારમારી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થોઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ મોરબી હાઉસ આવાસના કવાર્ટર નં.ર૦પમાં રહેતા રિદ્ધિબેન અમીત મકવાણા (ઉ.૩૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ અમીત, સાસુ ગૌરી, સસરા પ્રવિણ અને દીયર અજયના નામ આપ્યા છે. રિદ્ધિબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના બાર વર્ષ પહેલા અમીત મકવાણા સાથે અમરેલીના વડીયા ખાતે લગ્નથયા હતા તેને સંતાનમાં એકપુત્ર અને એક પુત્રી છે. પોતે માવતરે આવતા ત્યારે પોતાના બા તથા ઘરના સભ્યોને વાત કરતા કે 'મારા સાસરીયાવાળા મારા પર શંકા-કુશંકા કરે છે.' અને દુઃખત્રાસ આપે છે તેમ કહેતા મારા ઘરના કહેતા કે બધુ સારૂ થઇ જશે તેમ કહી સાસરીયે મોકલી આપતા હતા બાદ પોતે પતિ અને બાળકો સાથે સાત વર્ષ પહેલા રાજકોટ જામનગર રોડ મોરબી હાઉસ આવાસમાં રહેવા આવ્યા હતા અને સાસુ-સસરા ઘરે રોકાવા આવતા તેઓ પતિને ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરી મારમારતા હતા અને આ લોકો પોતાના પતિને કહેતા કે 'તે બહાર નીકળે તો હાથ પગ ભાંગી નાખજે' જેથી પોતે બીકના માર્યા કોઇને કાંઇ કહેતા નહી અને દુઃખત્રાસ સહન કરતા હતા બે દિવસ પહેલા પતિએ ઘરે આવી ઝઘડો કરી લાકડી વડે મારમારતા તેને વાંસામાં ઇજા કરી હતી અને ધકકો મારી ફેંકી દેતા પોતે બારણામાં ભટકાતા ડાબી આંખ પાસે ઇજા થઇ હતી બાદ પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા આ અંગે મહિલા પોલીસ મથકના પીએસઆઇ એન.બી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)