Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રૂડાનગર-૧ પેવિંગ બ્લોકથી મઢાશેઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્નો સફળ

રાજકોટ :  શહેરના વોર્ડ નં.૧૦ના રૂડાનગર-૧માં હનુમાનજી મંદિર પાસેના કોમન પ્લોટમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો અજીતસિંહ જાડેજા, હિતેષભાઇ ગોસ્વામી, હંસાબેન પરમાર તથા ઉર્મિલાબેન મહેતાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ કોંગી પ્રમુખ જગદીશભાઇ ડોડીયા, શહેર મહામંત્રી ડી.બી.ગોહિલ, વોર્ડ મહામંત્રી નિલેશભાઇ વિરાણી, તથા સ્થાનિકો સર્વશ્રી દિલીપભાઇ રાખશીયા, આનંદભાઇ મકવાણા, યોગેશભાઇ પંડયા, ભરતભાઇ મોરબીયા, ચંદુભાઇ ચૌહાણ, કરશનભાઇ બશીયા, રાજેન્દ્રભાઇ ગોસાઇ, રમેશભાઇ પરમાર, કાન્તીભાઇ ગોહિલ, રીચાર્ડભાઇ, ઇન્દુભાઇ ચૌહાણ, ભરતભાઇ શકિત પ્રોવિઝનવાળા, હિતષભાઇ ઠાકર, ભુષણભાઇ પરમાર, રાજભાઇ વાઢેર, હરદિપસિંહ જાડેજા ઉપરાંત મહિલા અગ્રણીઓ મનીષાબેન ટાંક વર્ષાબેન માંડલીયા, ગીતાબેન મકવાણા, શ્રદ્ધાબેન કાનાબાર દયાબેન સાગઠીયા, સોનલબેન ગોસ્વામી, પ્રિતિબેન માંડલીયા, શારદાબેન મોરબીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)