Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

માનવ કલ્યાણ મંડળનું પ્રેરક કાર્ય : મહિલા ભિક્ષુક ગૃહનું લોકાર્પણ

રાજકોટ : માનવ સેવાની પ્રવૃત્તિઓ વિસ્તારતા માનવ કલ્યાણ મંડળ દ્વારા નવા છોગા રૂપે રાજકોટની ભાગોળે મુંજકા પાસે 'મહિલા ભિક્ષુક ગૃહ'નું નિર્માણ કરાયુ છે. જેનો લોકાર્પણ સમારોહ તાજેતરમાં યોજાય ગયો. આ પ્રસંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી   મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીમતી મિત્સુબેન વ્યાસ, સ્ટાફના અજયભાઇ વાઘેલા, પી.આઇ. આર. એસ. ઠાકર, સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, ઇન્ટરનેશનલ અધ્યક્ષ અને દાનવીર ગોવિંદભાઇ વરમોરા, મહામંત્રી શ્રીમતી વિભાબેન પટેલ, ઉપાધ્યક્ષ શૈલેષભાઇ ગોવાણી, ટ્રસ્ટીઓ વલ્લભભાઇ કંટારીયા, વલ્લભભાઇ વડાલીયા, ગુણવંતભાઇ ડેલાવાળા, નરેન્દ્રભાઇ સિણોજીયા, વિજયભાઇ પોપટ, મુંજકા ગામના સરપંચ જયેશભાઇ જાદવ, ઉપસરપંચ વજુભાઇ છૈયા, મનુભાઇ મેરજા, મનસુખભાઇ હીંસુ, દીપકભાઇ બ્રહ્મભટ્ટ, અરૂણભાઇ નિરમલ, ડેનિશભાઇ હદવાણી, ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન રાજપરા, ખજાનચી કાંતાબેન ફળદુ, સરોજબેન નારાયણી, જશુબેન કબરાણીયા, તરલાબેન નાંદપરા, અધિક્ષક શ્રીમતી મનીષાબેન જાદવ, કેશવર્કર શ્રીમતી નીધિબેન સાપરીયા, કિરણબેન, શિલ્પાબેન, એન. બી. છૈયા, રમેશભાઇ રાજપરા તેમજ સંસ્થાના અન્ય સ્ટાફગણ તેમજ કણસાગરા કોલેજ સોશ્યલ વિભાગના ફિલ્ડ ઓફીસર ડો. પરેશભાઇ સરશિયા અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ. છેલ્લા પ વર્ષથી મહિલાઓ અને નિરાધાર બહેનો માટે આશ્રમ શરૂ કરાયો હતો. જેનો જીર્ણોધ્ધાર કરી નવા રંગરૂપ સાથેના આ ગૃહમાં ઘર જેવી સવલતો ઉભી કરવામાં આવી છે. મજબુરીથી ભિક્ષાવૃત્તિ કરતા બહેનો અહીં સ્થળાંતર થઇ બહેતર જીવન જીવી શકે તેવો આશય સંસ્થાનો છે. સંસ્થા આવા બહેનોને ઘરકામ, રસોઇકામ, સીવણકામ, બ્યુટી પાર્લર, ગૃહ ઉદ્યોગ જેવી કૌશલ્ય વર્ધક તાલીમો અપાશે. જેથી સમાજમાં તેમનું પૂનઃસ્થાપન થઇ શકે. આ ઉદ્દઘાટન સમારોહનું સંચાલન અમીનભાઇ ચાંગેલાએ સંભાળ્યુ હતુ.

(3:41 pm IST)