Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા રવિવારે રઘુવંશી વેવિશાળ પરિચય મેળો

૫૩૦ યુવક - યુવતીઓ ભાગ લેશે : થેલેસેમીયા ટેસ્ટ ફરજીયાત

રાજકોટ, તા. ૨૮ : રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા છઠ્ઠો રઘુવંશી મેગા, નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કેસરીયા લોહાણા મહાજનવાડી, કાલાવડ રોડ ખાતે (હાઈલી એજ્યુકેટેડ) તા. ૧ માર્ચના રવિવારે સવારે ૮:૩૦ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવ્યુ છે. આ પરિચય મેળામાં સમગ્ર રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી યુવક - યુવતીઓને શુભકામના પાઠવશે. આ પરિચય મેળામાં ૫૩૦ યુવક - યુવતીઓ ભાગ લેશે.

આયોજનની સફળતા માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪ ૬૬૬૬૩), સંદિપ મીરાણી, મિતલ ખેતાણી, યોગેશભાઈ પૂજારા, અનિલભાઈ વિઠ્ઠલાણી (મો.૯૯૭૪૨ ૦૦૬૦૭), સુનિલભાઈ કાછેલા, રમેશભાઈ ઠક્કર, હસુભાઈ ભગદે, પરેશભાઈ વિઠ્ઠલાણી, કિરીટભાઈ પાંધી, નીતિનભાઈ ભુપતાણી (મો. ૯૪૨૬૪ ૬૦૨૯૫), ભુપતભાઈ રવેશીયા (મોરબી), પરેશભાઈ દાવડા (નીલમ ચા), જીતુભાઈ રાયજાદા, અશોકભાઈ મીરાણી, ભાવનાબેન દક્ષીણી, રાજુભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ કુંડલીયા, હેમલભાઈ, વિનુભાઈ પોપટ, વિજયભાઈ કારીયા, ભરતભાઈ મીરાણી, ગિરીશભાઈ કાનાબાર, હરેશભાઈ કોટક, સમર્થ કાનાબાર, ગૌરવ કાનાબાર તથા સેવાભાવી કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)