Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજકોટ જિલ્લાના પ૭૧ ગામોને પીવાના પાણીનું વિતરણઃ રોણકીમાં પાઇપ બિછાવાશે

ગાંધીનગર તા. ર૮: રાજકોટ અને પોરબંદર જિલ્લામાં પાઇપ લાઇનથી પીવાનું પાણી પુરૃં પાડવા અંગે કોંગ્રેસના લલિત વસોયાના પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૧/૧ર/૯૦ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના કુલ પ૭૧ ગામોમાં પીવાનું પાણી પુરૃં પાડવામાં આવે છે જયારે પોરબંદર જિલ્લાના ૧૪૮ ગામોમાં પીવાનું પાણી આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાનું ૧ ગામ અને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ૩૧ ગામો (નેશ) ને પાઇપ લાઇનથી પાણી પુરૃં પાડવાનું બાકી છે.

રાજકોટ અને પોરબંદર જિલ્લાના આ બાકી ગામોને સ્થાનિક પરિસ્થિતિ મુજબ હેન્ડ પંપથી પીવાનું પાણી પુરૃં પાડવામાં આવે રાજકોટ જિલ્લાના પાઇપ લાઇનથી પાણી ન અપાતા ૧ (રોણકી) ગામને રૂડા દ્વારા જયારે પોરબંદર જિલ્લાના બાકી રહેતા ગામો માટે સર્વેક્ષણની કામગીરી હાથ ધરેલ છે. જે સત્વરે પૂર્ણ કરી પાઇપ લાઇનથી પાણી પુરૃં પાડવા માટે આયોજન છે.

(3:36 pm IST)