Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ત્રિવેણી સંગમ ટ્રસ્ટ દ્વારા મંગળવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન : ૧૬ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

રાજકોટ તા. ૨૮ : ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૩ ના મંગળવારે સર્વાજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે સતત આઠમા વર્ષ સમૂહલગ્નનું આયોજન કરેલ છે. જેમાં નાત જાતના ભેદભાવ વગર ૧૬ દિકરીઓને સાસરે વળાવવામાં આવશે. ૧૬ યુગલો આ મંગલ અવસરે સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડશે.

મારૂતી હોલની બાજુમાં બુધવારીના પટમાં, કોઠારીયા મેઇન રોડ, માનવ ધર્મ આશ્રમ પાછળ, રાજકોટ ખાતે યોજાયેલ આ સમુહલગ્નમાં પૂ. ગાંડીયા બાપુ બાપા સીતારામ આશ્રમ, પૂ. નરસંગબાપુ આપા માંગાની જગ્યા વાસાવડ, પૂ. રાજેન્દ્રભારતી બાપુ ગુપ્તેશ્વર મહાદેવ વાસાવડ, પૂ. હરજીવન બાપુ જાગનાથ મહાદેવ કોઠારીયા, પૂ. અવધેશ બાપુ ગુણેશ્વર મહાદેવ, પૂ. ટીકમદાસ બાપુ આનંદી આશ્રમ, ગો.શ્રી મધુસુદન લાલજી, પૂ. નિલકંઠ સ્વામી મહાપૂજાધામ સહીતના સંતો મહંતો પધારી નવવિવાહીતોને આશીર્વચનો આપશે.સવારે ૬.૩૦ વાગ્યે જાન આગમ, ૧૦ વાગ્યે હસ્ત મેળાપ અને ૧.૩૦ વાગ્યે જાન વિદાય કરાશે. દરેક દિકરીને કરીયાવરમાં દાતાઓના સહયોગથી ૧૧૧ થી વધુ વસ્તુઓ અપાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ત્રિવેણી સંગમ ટ્રસ્ટના પ્રમુખ નયનભાઇ ડી. મકવાણા, ઉપપ્રમુખ વર્ષાબેન રૈયાણી, ખજાનચી એડવોકેટ એન્ડ નોટરી ચીમનભાઇ રામાણી, ટ્રસ્ટી એડવોકેટ રજનીભાઇ સાંગાણી, સભ્યો હાર્દીકભાઇ ટાંક (યુવા ભાજપ વોર્ડ પ્રભારી), નિલેશભાઇ સોલંકી, મહેશભાઇ ટાંક નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:29 pm IST)