Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષના છાત્રોએ યોજ્યો રકતદાન કેમ્પ

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં શહેર ઉપરાંત સોૈરાષ્ટ્રભરના દર્દીઓ દાખલ થતાં રહે છે. અવાર-નવાર આ દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પણ ઉભી થાય છે. આવા દર્દીઓના લાભાર્થે પીડીયુ મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં એમબીબીએસના છાત્રો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૦ તબિબી છાત્રો તથા બીજા સ્ટાફે મળી ૬૦ બોટલ લોહી એકઠુ કરી સિવિલની બ્લ્ડ બેંકમાં જમા કરાવ્યું હતું. કેમ્પનું ઉદ્દઘાટન ડીન ડો. ગોૈરવી ધ્રુવએ કર્યુ હતું. પેથોલોજી વિભાગના ડો. અમિત આવત, ડો. શિલ્પા ગાંધી, ડો. તલ્વેરકર કેમ્પમાં હાજર રહ્યા હતાં. કેમ્પને સફળ બનાવવા ગોૈરવ ચોટલીયા, દિવ્યકાંત બારોટ, પેઘડીયા કરણ, માનસ ઉપાધ્યાય, ભાવિન ભાડેસીયા, ગોૈરવભાઇ, પ્રિયા બલેચા, દિપાલી રાઠોડ, ઝેબા જગોત, નિરાળી મજેઠીયા, રોઝમીન પરમાર સહિતે જહેમત ઉઠાવી હતી.

(3:28 pm IST)