Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પૂ. ગુરૂણીશ્રી હીરાભાઈ મ. સતીવૃંદની નિશ્રામાં ભકિતનગર સંધમાં તકતી અનાવરણ, જીવદયા, નવકારશી

રાજકોટ,તા.૨૭: ભકિતનગર શ્રી સંધની ભાવભરી વિનંતીનો સ્વીકાર કરી ગોંડલ સંપ્રદાયના તીર્થ સ્વરૂપા શાસન ચંદ્રિકા સતીવૃંદ ભકિતનગર પધાર્યા ત્યારથી જ શ્રી સંધમાં અપૂર્વ ઉત્સાહ અને ધર્મ ભાવનાની ભરતી આવી ગઈ પ્રતિદિન સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ ત્રિરંગી સામાયિક, ૮:૩૦ થી ૯:૩૦ દેસાઈ પરિવાર પ્રેરીત જાપ, ૯:૩૦ થી ૧૦:૩૦ પ્રવચન પ્રભાવક પૂ. સ્મિતાભાઈ મ.સ. ના જોશીલા પ્રવચનો વિશાળ સંખ્યામાં ભાવિકો લાભ લઈ ધન્ય બનતા. ૧૦:૩૦ થી ૧૧:૩૦ વિવિધ દાતાઓ તરફથી જાપ થતા.

પૂ. ''જશ ઝવેર હીરક ભકતી અરિહંત ભકિત મંડળ''ની સ્થાપના કરવામાં આવી જેમના મુખ્યદાતા ગુરૂભકત શ્રી સંધ પ્રમુખ હીતેનભાઈના પરિવાર દ્વારા અ.સૌ. મીનાબેન હિતેનભાઈ અજમેરા તથા ગુરૂભકત આ.સૌ. રેખાબેન કિશોરભાઈ રામજીયાણી તરફથી લેવામાં આવ્યો જ તકતી અનાવરણ આદર્શ ગુરૂભકત દિલસુખભાઈ શેઠ, લલિતભાઈ રામજીયાણી તથા હિતેશભાઈ અજમેરા પરિવારના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ જ દિવસે ભકિતનગરના સુશ્રાવકો તથા ઈસ્માઈલભાઈ હસ્તે વિનોદભાઈ શાહ આદિના સહયોગથી ૧૦૬ નાના મોટા બકરા-ઘેટા-મરધા આદિ જીવોને કતલખાનેથી છોડાવી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ કાર્યક્રમ પૂર્ણ થયે ગોંડલ નિવાસી માતુશ્રી જયાબેન ગુલાબચંદ કોઠારી પરિવાર તરફથી દરેક ભાવિકોને નવકારશી કરાવવામાં આવેલ.

પૂ. હીરક ગુરૂણીશ્રી પાવન પગલાથી ભકિતનગર સમસ્ત સંઘ ભાવવિભોર બની ગયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંઘપ્રમુખ હિતેનભાઇ અજમેરા, જગદીશભાઇ, જિગરભાઇ, મનોજભાઇ પારેખ આદિ ભાવિકોએ જહેમત ઉઠાવેલ. પૂ. ગુરૂણીશ્રીને ફરી જલ્દી પધારવાની વિનંતી કરેલ.

પૂ. ગુરૂણીશ્રી હીરાબાઇ મ.સ. આદિ સતીવૃંદ અત્રેથી વિહાર કરી સદગુરૂ ટાવર્સ,  વોકહાર્ટ વીરાણી હોસ્પીટલની સામે કાલાવડ રોડ ખાતે પધાર્યા છે. તેમ પ્રમુખશ્રી હિતેનભાઇ અજમેરાની યાદી જણાવે છે.

(3:27 pm IST)