Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

નવાગામમાં પત્નિની છેડતી કરનાર હાજાને સમજાવતાં સુરેશ પર હુમલોઃ ઘરમાં તોડફોડ

ભરવાડ શખ્સ અને સાથેના શખ્સોએ આવી ધોકા-પાઇપથી ધમાલ મચાવી

રાજકોટ તા. ૨૮: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં સુરેશ ભોપાભાઇ જાડા (ઉ.૨૭) નામના કોળી યુવાન પર હાજા ભરવાડ અને બીજા શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

સુરેશ રેતી ચારવાની મજૂરી કરે છે. તેના પત્નિ સેજલબેનના કહેવા મુજબ પોતે ગઇકાલે ભાગની દૂકાને બેઠા હતાં ત્યારે હાજાએ આવી બિભત્સ શબ્દો બોલી તને ઘરમાં બેસાડી લેવી છે તેમ કહી છેડતી કરી હતી. આ બાબતે પોતે અને પતિ હાજાના માતા-પિતાને ફરિયાદ કરવા ગયા હતાં. આ બાબતનો ખાર રાખી રાતે દસેક વાગ્યે તે અને બીજા શખ્સો ઘરે આવ્યા હતાં અને પતિ તથા પોતાને મારકુટ કરી હતી. તેમજ ઘરવખરીમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં.

(12:52 pm IST)