Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે કાંટા વગરની બોરડી ઉત્સવ

કોઠારી પૂ. રાધારમણ સ્વામીજીની અધ્યક્ષતા ધર્મોત્સવ : રાજકોટની કાંટા વિહોણી બોરડી અને સદગુરૂ ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની પાધ બંને દશનીય સ્મૃતિ છે

રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે આજે કાંટા વગરની બોરડી ઉત્સવનું કાઠોરી પૂ.રાધારમણ સ્વામીની અધ્યક્ષતામાં આયોજન કરાયું છે.

રાજકોટ ભુપેન્દ્ર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિ વર્ષ ફાગણ સુદ-૫ ના રોજ બોરડી ઉત્સવ મનાવવામાં આવે છે. આજથી ૧૯૦ વર્ષે બનેલી એક ચમત્કારિક દૈવી ઘટના અને તેની સ્મૃતિને સંઘરીને બેઠેલા રાજકોટ મંદિરનો મહિમા બોરડીને કારણે વિશેષ રહ્યો છે.!!

ભગવાન શ્રી સ્વામિનારાયણ રાજકોટમાં ઇ.સ. ૧૮૩૦માં ગવર્નર સર જહોન માલકમને મળવા ગયા હતા ત્યારે બનેલ એક ઘટના સ્મૃતિરુપ બની છે.!ઙ્ગ એક વિશાળ બોરડી વૃક્ષ નીચે સભા ભરાઇ હતીૅં સભા પૂરી થતા શ્રી હરિ અને સંતો પરત ફરી રહ્યા હતા ત્યારેે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પહેરેલ પાઘમાં બોરડીના કાંટા ભરાયા ને સ્વામી ઉભા રહી ગયા અને બોલ્યાઃ  'શ્રી હરિ તારી નીચે રહ્યા તો પણ તે તારો સ્વભાવ ન છોડ્યો...!?' ને એ સાથે જ બોરડીના કાંટા ટપોટપ ખરી પડ્યા એ જોઇ બધાને ત્યારે ભારે આશ્ચર્ય થયું હતું...!

ભકતો આ પ્રસંગના ૧૯૦ વર્ષે થયા, આજે પણ ભકતોના દુખને દુર કરતી નિઃષ્કંટક બોરડી દર્શન આપી રહી છે.

(12:52 pm IST)