Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સ્કૂલ અને છાત્રાલયની ફી- પરત આપવા બાબતે

વિદ્યાર્થીનીઓના પિતાને મારકૂટ કરવાના કેસમાં સ્કૂલ સંચાલીકા રસીલાબેન સોજીત્રા વિગેરેનો છુટકારો

રાજકોટ,તા.૨૭:રાજકોટ શહેરના મવડી ઉદય નગર વિસ્તારમાં આવેલ સમોજાદ સ્કુલની સંલગ્ન સાવિત્રી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્કુલ અને છાત્રાલય ફી રૂા ૧૦૦૦ (એક હજાર) પરત આપવા સંબંધે વિદ્યાર્થીનીઓના પિતા ઉપર સ્કુલ / છાત્રાલય સંચાલક રસીલાબેન સોજીત્રા વિગેરે સામે માર મારી ફેકચર જેવી ગંભીર ઇજા કરવાના કેસમાં અદાલતે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

રાજકોટ શહેરના મવડી રોડ ઉપર આવેલ ઉદય નગર -૧ શેરી નં. ૧૩માં આવેલ શૈક્ષણિક સંસ્થાના સમોજાદ હાઇસ્કુલ અને તેની સંલગ્ન સાવિત્રી કન્યા છાત્રાલયના સંચાલીકા રસીલાબેન વલ્લભભાઇ સોજીત્રા મનીષાબેન, પરસોતમભાઇ અને વલ્લભભાઇ સોજીત્રા વિગેરે સામે સાવિત્રી છાત્રાલયમાં અભ્યાસ અર્થે દાખલ થયેલ ધીરૂભાઇ નરશીભાઇ પટેલની બન્ને પુત્રીઓ (૧) કિંજલબેન અને (૨) ટીનાબેન સને ૨૦૦૧માં સ્કુલ છાત્રાલય ફી પરત રૂો ૧૦૦૦ બાબતે તકરાર થતા સ્કુલ સંચાલકોએ બન્ને પુત્રીના પિતા ધીરૂભાઇ નરશીભાઇ ઢીકાપાટુ તથા લોખંડના પાઇપથી માર મારી માથા અને હાથના ભાગે ફેકચર જેવી ઇજા કરી બિભસ્ત ગાળો આપવાના આરોપ સર રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ વિગેરે ગુન્હા અંગે ફરીયાદ થયેલ.

આ સામે સ્કુલ સંચાલકના પતિ વલ્લભભાઇ દેવશીભાઇ સોજીત્રાએ પણ વિદ્યાર્થીના પિતા ધીરૂભાઇ નરશીભાઇ સાથે સમાધાન થતા સને-૨૦૧૫માં નીકાલ થયેલ અને બન્ને વિદ્યાર્થીના પિતાએ કરેલ ફરીયાદમાં પણ સમાધાનથી નિકાલ કરવાનો સમજુતી સદરહુ કેસ ચાલી જતા રાજકોટના એડી.ચીફ જયુ. મેજી.શ્રી એમ.એ.મકરાણીએ ફરીયાદ પક્ષે કેસ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય ફરીયાદ સબંધે આરોપીઓ સાવિત્રી કન્યા છાત્રાલયના સંચાલક રસીલાબેન વલ્લભભાઇ સોજીત્રા વિગેરેને કોર્ટે કિ.પ્રો.કોડ કલમ-૨૪૮ (૧) અન્વયે ઉપરોકત ગુન્હા સબંધે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામે સમોજાદ સ્કુલ અને સાવિત્રી કન્યા છાત્રાલયના સંચાલક રસીલાબેન વલ્લભભાઇ સોજીત્રા વિગેરે તરફે રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ એલ.વી. લખતરીયા, બીનીતા જે.ખાંટ રોકાયેલ હતા.

(4:00 pm IST)