Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કાલે સાલ કા સબસે સસ્‍તા એક દિન ટ્રાવેલ ઉત્‍સવ

તુર્કી, સ્‍વીત્‍ઝરલેન્‍ડ, પેરીસ, યુરોપ સહિતના ટુર્સના પેકેજઃ હપ્તા સિસ્‍ટમ્‍સ પણ ઉપલબ્‍ધઃ જાહેર જનતાને લાભ લેવા અનુરોધ

રાજકોટઃ છેલ્‍લા ૨૭ વર્ષથી કાર્યરત બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેન્‍સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આગામી ૨૯મી જાન્‍યુઆરીના રવિવારે સાલ કા સબસે સસ્‍તા એક દિન નામનો ટ્રાવેલ ઉત્‍સવનું આયોજન કરાયુ છે.

આ અંગે બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેન્‍સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેકટર શ્રી દિપકભાઇ કારિયાએ જણાવ્‍યુ હતુ કે, તા.૨૯ના સવારે ૧૦થી સાંજે ૮ સુધી આરપીજ હોટેલ, જડુઝ રેસ્‍ટોરેન્‍ટ પાસે કાલાવડ રોડ ખાતે ટ્રાવેલ ઉત્‍સવ યોજાશે જયાં રાજકોટીયન્‍સને મળશે નવા ડેસ્‍ટિનેશનનો ખજાનો.. જેમાં વિયેતનામ,બાલી, સ્‍કેડિનેવિયા, રશિયા, યુરોપ, ઓસ્‍ટ્રેલિયા, સાઉથઆફ્રિકા, જાપાન, ન્‍યૂઝીલેન્‍ડ, તુર્કી તથા યુ.એસ.એ ઉપરાંત સિંગાપોર, મલેશિયા, થાઇલેન્‍ડ, દુબઇ, શ્રીલંકા, ભુતાન, નેપાલ, ફુકેત-ક્રાબી, બાકૂ, માલદીવ, મોરેશિયસ, ઇંગ્‍લેન્‍ડ-આયર્લેન્‍ડ તથા લેટિન અમેરિકા સહિતના દુનિયાભરના પ્રવાસન સ્‍થળો ઉપરાંત અંદમાન-નિકોબાર, દાર્જિલિંગ, ગેંગટોક, કેરાલા, શીમલા, મનાલી, આસામ, મેઘાલય, બેંગલોર, મૈસુર, ઉંટી, કૂર્ગ, નૈનીતાલ, કોરબેટ અને કાશ્‍મીર તથા પવિત્ર ચારધામ યાત્રા જેવા સ્‍વદેશના પેકેજ ટુરનો સમાવેશ થાય છે. અનેક ડિપાચર્સ પર સમર ૨૦૨૩ માટે ટ્રાવેલ ઉત્‍સવમાં અભુતપૂર્વક ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમ તથા ૦% વ્‍યાજ વગર સરળ હપ્તા અને ૧૦૦% રિફંડ મળે તેવા ઇન્‍સ્‍યોન્‍સ કવરેજની વ્‍યવસ્‍થા પણ મળશે.

આ અંગે ડિરેકટર શ્રી વત્‍સલભાઇએ જણાવ્‍યુ હતુ કે, તુર્કી જેવા દેશની પેકેજ ટુર રૂા. ૪૯૯૯૯માં અને પેરીસ-સ્‍વીસ જેવા યુરોપના દેશોની ૭ દિવસની ટુર રૂા.૬૯,૯૯૯થી ચાલુ થાય છે.(આ ભાવમાં એર ટીકીટ તથા વીઝાની કિંમત વધારાની આપવાની રહેશે) તદુપરાંત માલદીવ્‍સ, વિયેતનામ, જાપાન સહિત અનેક સ્‍થળો પર ઓલ ઇન્‍કલુઝિવ પેકેજ ટૂરમાં સ્‍પોટ બુકીંગ કરાવનારને ભવ્‍ય સ્‍કીમનો લાભ મળી રહેશે વિનામૂલ્‍યે ભેટ અને લકી ડ્રો ,પણ રાખેલ છે.

ડિરેકટર શ્રી અંજલીબેન કારિયાએ જણાવ્‍યુ હતુ કે, બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ શહેરમાં એર ટિકિટ, હોટલ બુકિંગ, ક્રુઝ બુકિંગ, ફોરેન એકસચેન્‍જ, વિઝા સર્વિસ ઉપરાંત ડોમેસ્‍ટિક તથા ઇન્‍ટરનેશનલ ગ્રુપ પેકેજ જેવી દરેક સેવાઓ માટે વન સ્‍ટોપ સોલ્‍યુશન આપવાના અભિગમ ધરાવે છે.

તસ્‍વીરમાં બેસ્‍ટ ટૂર્સના ડીરેકટર દીપકભાઇ કારીયા અને વિકાસ પબ્‍લીસીટીના રીષીતભાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:56 pm IST)